રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા
Trending Photos
બ્રિજેશ દોશી/ અમદાવાદ : રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો મામલો વિવાદ સર્જી રહ્યોં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં 85 જેટલા નવજાત શિશુના મોત સામે આવ્યા છે. અને છેલ્લા ત્રણ મહિનામાં આ આંક 253એ પહોંચતા વિવાદ વધુ વકર્યો છે.આ તરફ હોસ્પિટલના સત્તાધીશો ગતવર્ષની સરખામણીમાં બાળકોનો મૃત્યુ દર ઘટ્યો હોવાનું જણાવી રહ્યાં છે. એટલુ જ નહિ બાળકોના મત માટે જવાબદાર કારણો અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે ગર્ભવતી માતાને પ્રી મેચ્યોર ડિલિવરી, જન્મ સમયે બાળકનું ઓછુ વજન મહત્વના કારણો છે. આ ઉપરાંત ગર્ભવતી માતામાં કુપોષણ પણ અગત્યનો ભાગ બાળકના મોત પાછળ ભજવે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને બીજી અન્ય સરકારી હોસ્પિટલમાંથી ક્રિટિકલ કન્ડીશનમાં બાળકોને સિવિલમાં રિફર કરાય છે જેથી સિવિલમાં બાળકનો મૃત્યુ આંક વધે છે.
મહત્વનું છે કે હાલ તો હોસ્પિટલ સત્તાધીશો પાછલા વર્ષોની સરખામણીમાં બાળકોના મૃત્યુ ઘટ્યા હોવાનું જણાવી રહ્યાં છે. પરંતુ રાજસ્થાનમાં નવજાત બાળકોના મોત બાદ હવે ગુજરાતમાં પણ નવજાત બાળકોના મોત મામલે વિવાદ વકર્યો છે. માત્ર અમદાવાદ જ નહિ રાજકોટ અને સુરત સિવિલમાં પણ બાળકોના મોતનો આંક વધતા હવે આ મામલે વિવાદ વધુ વકરે તો નવાઈ નહિ.
નવજાત શિશુ વિભાગમાં દાખલ થયેલા બાળકોના આંકડા
ઓક્ટોબર- 489
મૃત્યુ- 93
ટકાવારી 19.01
નવેમ્બર- 466
મૃત્યુ - 87
ટકાવારી - 18.66
ડિસેમ્બર - 455
મૃત્યુ - 85
ટકાવારી - 18.68
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે