રક્ષિત પંડ્યા, રાજકોટ: શહેરના સર્કિટ હાઉસ પાસેથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- છોટાઉદેપુર: પ્રેમી યુવાને પાળિયાના ઘા ઝીંકી પ્રેમિકાની કરી હત્યા


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહરેના સરદાર બાગ સર્કિટ હાઉસ સામે આવેલા એક મેદાનના કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ ટિમ ઘટના સ્થળ પર પહોંચી લાશને બહાર કાઢી હતી. આ ઘટના અંગે જાણ થતા જ પ્રદ્યુમનનગર પોલીસ સ્થળ પર પહોચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસને મૃતક પાસેથી મળી આવેલ આઇકાર્ડ, બેંક પાસબૂક સહિતને આધારે તેની ઓખળ થઇ હતી.


આ પણ વાંચો:- ‘ઢબુડી માતા’એ ચાંદખેડામાં રાખ્યું હતું ભાડે મકાન, હંમેશા સાથે રહેતી બે મહિલા


આ યુવાન મૂળ કાલાવડનો વતની દિવ્યરાજસિંહ મારૂભા ચુડાસમા (ઉ.20) હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ યુવાન રાજકોટ રહી લાલબહારદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તેણે આત્મહત્યા કયા કારણોસર કરી? તે અંગે તપાસ થઇ રહી છે. પરિવારજનોના રાજકોટ આવ્યા બાદ પોલીસ તેમના નિવેદન નોંધશે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...