Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નિત્યાનંદ ગુપ્તાની ડેડબોડી અન્ય પરિવારને સોંપી દેતા વિવાદ થયો છે. નિત્યાનંદ ગુપ્તા નામના શખ્સનો મૃતેદ અન્ય પરિવારને સોંપી દેતા તેઓએ તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ગઈકાલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડેડબોડી ઓલ્ડ સ્ટોરેજ રૂમમાં મૂકવામાં આવી હતી. હાલ સમગ્ર મામલો બહાર આવતા કડકમાં કડક પગલાં ભરવા પરિવારે માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોરવાના વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સુપરત કરવામાં આવ્યો છે.


કેનેડા ગયેલા સંતાનોનાં વાલીઓને ટેન્શન નથી, કહ્યું-વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે અમને


આ બાદ ગુપ્તા પરિવારે હોબાળો કર્યો હતો. અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. ગુપ્તા પરિવાર જ્યારે પોતાના સ્વજનનો મૃતદેહ લેવા પહોચ્યા હતા ત્યારે મૃતદેહ ગાયબ થયો હતો. 
 


નવસારીના પરિવારે ગણપતિ બાપ્પાને ટ્રેનમાં બેસાડ્યા, તસવીરો જોઈને નહિ થાય વિશ્વાસ