નવસારીના પરિવારે ગણપતિ બાપ્પાને ટ્રેનમાં બેસાડ્યા, તસવીરો જોઈને નહિ થાય વિશ્વાસ

Navsari News ધવલ પારેખ/નવસારી : ગણેશોત્સવમાં વિઘ્નહર્તાના દર્શને આવતા ભક્તોને આકર્ષવા મંડપમાં વિવિધ ડેકોરેશન કરવામાં આવે છે, પરંતુ હવે વ્યક્તિગત રીતે પણ ઘરે બાપ્પાની ભવ્ય ડેકોરેશન સાથે પધરામણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. નવસારીના વિજલપોરના કોરી પરિવારે નવસારી રેલ્વે સ્ટેશન સાથે જ મેમુ ટ્રેનના ડબ્બામાં સ્થાપિત કરેલા ઇકો ફ્રેન્ડલી શ્રી ગણપતિજી શહેરમાં જાણિતા બન્યા છે.
 

1/7
image

નવસારીના કોરી પરિવારે અનોખા ગણપતિ પધરાવ્યા છે. વિજલપોરના ગુજરાત હાઉસિંગ સોસાયટીના કોરી પરિવારના ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પરિવારે ટ્રેનના ડબ્બામાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી છે. રેલવે સ્ટેશન અને પ્લેટફોર્મની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. રોજ ત્રણથી ચાર કલાકનો સમય આપી અજય અને તેના મિત્રોએ 15 દિવસને અંતે રેલ્વે સ્ટેશન અને ટ્રેનના ડબ્બાની આબેહુબ કૃતિ તૈયાર કરી હતી. 

2/7
image

6 ફૂટ પહોળા અને 3 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા મેમુ ટ્રેનના ડબ્બામાં ખુરશી, હેન્ડલ, સામાન મુકવાની પેનલ, ચેઈન પુલિંગની સાંકળ સાથે જ પ્લેટફોર્મ ઉપરની LED બોર્ડ, જાહેરાત, પ્લેટફોર્મ નંબર જેવી તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લોકોને કોરી પરિવારના ગણપતિ પસંદ આવી રહ્યા છે.

3/7
image

ગણેશોત્સવમાં યુવાનોનો ઉત્સાહ અનેકગણો વધી જતો હોય છે. ખાસ કરીને ગજાનનની પ્રતિમા કેવી હશે, બાપ્પા આવશે તો ડેકોરેશન કેવા પ્રકારનું કરવું, 10 દિવસો સુધી ગણેશજીની વિવિધ પ્રકારે પ્રાર્થના સાથે જ વિભિન્ન પ્રકારનો પ્રસાદ જેવી તૈયારી કરતા હોય છે. ત્યારે નવસારી શહેરના વિજલપોરની ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં રહેતા અજય કોરી અને તેમના પરિવારે આ વર્ષે વિઘ્નહર્તાને રેલ્વે ટ્રેનના ડબ્બામાં બેસાડવાનો વિચાર કર્યો. જેમાં અજયે મોટાભાઈ સાથે જ તેના મિત્ર તેજસ પટેલ, પ્રતિક રાણા અને વ્રજ રાજપૂતની સાથે ડેકોરેશન અંગેની આઈડિયા ચર્ચામાં લીધા બાદ મેમુ ટ્રેનનો ડબ્બો અને બહાર નવસારી રેલ્વે સ્ટેશન અને પ્લેટફોર્મની પ્રતિકૃતિ બનાવવાની તૈયારી કરી હતી.

4/7
image

રોજ ત્રણથી ચાર કલાકનો સમય આપી અજય અને તેના મિત્રોએ 15 દિવસને અંતે રેલ્વે સ્ટેશન અને ટ્રેનના ડબ્બાની આબેહુબ કૃતિ તૈયાર કરી હતી. 6 ફૂટ પહોળા અને 3 ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા મેમુ ટ્રેનના ડબ્બામાં ખુરશી, હેન્ડલ, સામાન મુકવાની પેનલ, ચેઈન પુલિંગની સાંકળ સાથે જ પ્લેટફોર્મ ઉપરની LED બોર્ડ, જાહેરાત, પ્લેટફોર્મ નંબર જેવી તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 

5/7
image

ટ્રેનના ડબ્બામાં શ્રી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની પ્રતિમા સ્થાપિત કરી છે. જેથી જાણે શ્રીજી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય એવું દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે. અહીં આવતા ભક્તોને રેલ્વે સ્ટેશનની પ્રતિકૃતિ ઘણી ગમી રહી છે અને બાપ્પાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી રહ્યા છે.

6/7
image

7/7
image