અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ચાર યુવકો ક્યાં ગાયબ થયા! વિદેશ મંત્રાલયને પણ તપાસમાં કંઈ ન મળ્યું
America Visa : ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે.... જેના સંદર્ભ વિદેશ મંત્રાલય દ્વારા કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો
Study Abroad : ડિસેમ્બર 2022 માં ડોમિનિકાથી અમેરિકા જવા નીકળેલા મેહસાણા જિલ્લાના ચાર લોકો સહિત કુલ 9 લોકો ગુમ છે. ત્યારે આ કેસમાં મહેસાણા એસઓજી અને સીઆઈડી ક્રાઈમ એક્ટિવ બન્યું છે. ગુમ યુવકોની ભાળ મેળવવા માટે ફ્રાન્સ એમ્બેસીનો સંપર્ક કરાયો હતો. અમેરિકા જવા નીકળેલા અને ગુમ થયેલા ગુજરાતીઓની ભાળ મેળવવા હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ હતી અને કેન્દ્રીય વિદેશ મંત્રાલય પાસેથી ખુલાસા મંગાયા હતા. ત્યારે વિદેશ મંત્રાલયે આ અંગે જવાબ આપ્યો છે.
વર્ષ 2022 ના ડિસેમ્બર મહિનામાં મહેસાણા જિલ્લાના ચાર સહિત નવ લોકો ડોમિનિકાથી અમેરિકા જવા નીકળ્યા હતા. આ ચારેયનો હજી કોઈ અત્તોપત્તો નથી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરાઈ હતી. જાહેર હિતની અરજીમાં કેન્દ્રી વિદેશ મંત્રાલય દ્વારા તેનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું કે, વિદેશ મંત્રાલય અને કેરેબિયન ટાપુ પરના ફ્રાન્સ હાઈ કમિશન દ્વારા લાપતા થયેલા ભારતીયોને શોધવા માટે અમારા પ્રયાસો ચાલુ છે.
હજી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આજે 19 સપ્ટેમ્બરે આ જિલ્લાઓનો વારો પડશે
કેન્દ્રીય વિદેશ મંત્રાલય તરફથી રજૂ કરાયેલા સોગંધનામામાં જણાવાયું કે, વિદેશ મંત્રાલય અને કેરેબિયન ટાપુ પરના ફ્રાન્સ હાઈ કમિશન દ્વારા તપાસ ચાલુ છે, વિવિધ સ્થળોએ સંપર્ક કરવામાં આવ્યો છે. ઈમેલ અને અન્ય માધ્યમો દ્વારા અમે યુવકોને શોધવા પ્રયાસો કરી રહ્યાં છે. 24 ઓગસ્ટના રોજ ફ્રેન્ચ મિનીસ્ટ્રી દ્વારા જવાબ અપાયો હતો કે, તેમના ફ્રેન્ચ ઓવરસીઝ વિસ્તારમાં કોઈ ભારતીય નાગરિકોને પકડવામાં આવ્યા નથી.
તેમજ પોર્ટ ઓફ સ્પેનમાંથી પણ ભારતીય દૂતાવાસ દ્વારા માહિતી માંગવામાં આવી હતી. અમને ડોમિનિકા રિપબ્લિક સેન્ટો ડોમીંગોમાંથી માહિતી આપવામાં આવી કે, ફ્રેન્ચ ઓવરસીઝ ટેરેટરીમાં આવતા ગોંડેલોપના આંતરિક સલામતી વિભાગ દ્વારા 9 લાપતા ભારતીય પૈકીના એક સુધીરકુમાર હસમુખભાઈ પટેલને નોટિસ અપાઈ હતી કે તે અહીંના નાગરિક નથી, પરંતું ભારતીય છે.
આજની સવાર નર્મદા કાંઠાના લોકો માટે રાહતના સમાચાર લાવી : નદીની જળ સપાટી ઘટી
આ માહિતી પણ સોગંધનામામાં રજૂ કરવામા આવી છે. તેમજ ડોમિનિક એટોર્ની જનરલ દ્વારા પણ સ્પષ્ટતા કરાઈ કે, તેમની દેશની જેલમાં કોઈ ભારતીય નાગરિક બંધ નથી.
આમ, ભારતીય દૂતાવાસ દ્વારા શક્ય તમામ તપાસ કરવામાં આવી છે, છતા ગુમ નવ લોકોની કોઈ ભાળ મળી નથી. માત્ર છેલ્લી એટલી જ માહિતી મળી છે કે, ડિસેમ્બર, 2022 માં આ નવ લોકો ડોમિનિકાથી અમેરિકા જવા નીકળ્યા હતા. ડોમિનિકા સરકાર અને એન્ટીગુઆ સરકાર દ્વારા કાયદેસર વીઝા અપાયા હતા.
અંબાલાલ પટેલની નવી આગાહી! સૌરાષ્ટ્ર અને કચ્છવાળા સાચવજો, 3 દિવસ વારો પાડી દેશે વરસાદ
એજન્ટ વિજય મોન્ટુ અમેરિકાથી એક્ટિવ
મહેસાણાના હેડૂવાથી અમેરિકા નીકળેલ યુવક સહિત 9 ઈસમો ગુમ થયાનો મુદ્દો હવે સળગતો મુદ્દો બન્યો છે. શૈલેષ પટેલ નામના બીજા એજન્ટની sog પોલીસે ધરપકડ કરી છે. આરોપી દિવ્યેશ પટેલ અને શૈલેષ પટેલ 5-5 દિવસના રિમાન્ડ પર છે. તેમજ એજન્ટ 13 વર્ષથી અમેરિકા રહેતા વિજય મોન્ટુના મૂળ સુધી પહોંચવા sog પોલીસના પ્રયત્નો ચાલુ છે. વિજય ઉર્ફે મોન્ટુના માતાપિતાનું પણ ઓન કેમેરા નિવેદન લેવાયું છે. આણંદના નાપાડ તળપદા ખાતે વિજય ઉર્ફે મોન્ટુના માતા પિતા રહે છે. Sog પોલીસ દ્વારા પેટલાદનું આસી, આણંદનું નાપાડ તળપદા, નડિયાદ અને અમદાવાદ રાણીપમાં તપાસ કરાઈ છે. આજે પણ sog પોલીસ શૈલેષ પટેલ અને દિવ્યેશ પટેલને લઈને અમદાવાદ તપાસ કરી રહી છે.
ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહી અને તારાજીના દ્રશ્યો