આજની સવાર નર્મદા કાંઠાના લોકો માટે રાહતના સમાચાર લાવી : નદીની સપાટી ઘટી, ભરૂચમાં પૂરના પાણી ઓસર્યા

Gujarat Rain : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો ઘટાડો... ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા કિનારા પરના વિસ્તારોને મળી રાહત... હાલ ડેમમાંથી છોડાઈ રહ્યું છે 1 લાખ 58 હજાર 352 ક્યુસેક પાણી..

આજની સવાર નર્મદા કાંઠાના લોકો માટે રાહતના સમાચાર લાવી : નદીની સપાટી ઘટી, ભરૂચમાં પૂરના પાણી ઓસર્યા

Gujarat Weather Forecast ભરૂચ : નર્મદા કાંઠાના લોકો માટે મંગળવારની સવાર રાહતના સમાચાર લઈને આવી છે. ઉપરવાસથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, ગોલ્ડનબ્રિજે સવારે 7 વાગે જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે આવી પહોંચ્યું છે. નર્મદા ડેમની સપાટી 138.63 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી નદીમાં છોડાતું હવે ઘટાડી દેવાયું છે. હાલ ડેમમાંથી 1 લાખ 58 હજાર 352 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. છેલ્લાં 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા છે. પરંતું હજી ભરૂચમાં નર્મદા નદી ડેન્જર લેવલથી 3.97 ફૂટ ઉપર વહી રહી છે. 

  • સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
  • જળ સપાટીમાં સામાન્ય ઘટાડો.
  • પાણીની સપાટી - 138.63 મિટર
  • પાણી ની આવક પણ ઘટી
  • પાણીની આવક - 411682
  • હાલ 23 ને બદલે 12 દરવાજા ખોલી જાવક પણ ઘટાડી
  • પાણીની જાવક - 158352 ક્યુસેક
  • કિનારા વિસ્તારને પર થી રાહ

સિંગતેલના ભાવ દિવાળી બગાડશે, રાજકોટમાં આજે ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો

તો બીજી તરફ, રાજ્યના 28 જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. સારા વરસાદથી મધ્ય ગુજરાતના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સરદાર સરોવર ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો છે. ડેમ ભરાઈ જતાં ખેડૂતો અને લોકોની સમસ્યા દૂર થઈ છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની મહેરથી નદી-નાળા છલકાઈ ગયા છે. 

રાજ્યમાં સારા વરસાદથી કયા 28 ડેમમાં નવા નીરની આવક થઈ તેની વાત કરીએ તો....

  • ઉકાઈ ડેમમાં  96.65 ટકા પાણીનો સંગ્રહ થયો
  • દમણગંગા ડેમમાં 91.84 ટકા પાણી ભરાયું
  • વાત્રક ડેમમાં 57.99 ટકા પાણીનો સંગ્રહ થયો
  • ગુહાઈ ડેમમાં 50.99 ટકા પાણી ભરાયું
  • માઝૂમ ડેમમાં 35.37 ટકા પાણીનો જથ્થો
  • હાથમતી ડેમમાં 46.48 ટકા પાણીનો સંગ્રહ થયો
  • જવાનપુરા ડેમમાં 78.61 ટકા પાણી ભરાયું
  • હરણાવ-2 ડેમમાં 78.02 ટકા પાણીનો જથ્થો
  • મેશ્વો ડેમમાં 48.85 ટકા પાણીનો સંગ્રહ થયો
  • વણાકબોરી ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો
  • પાનમ ડેમ પણ 100 ટકા પાણીથી ભરાયો
  • હડફ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જવા આવ્યો
  • કડાણા ડેમમાં 89.48 ટકા પાણીનો જથ્થો
  • કરજણ ડેમમાં 90.19 ટકા પાણીનો સંગ્રહ થયો
  • સુખી ડેમ 100 ટકા પાણીથી ભરાયો
  • મુક્તેશ્વર ડેમમાં 53.67 ટકા પાણીનો સંગ્રહ
  • દાંતીવાડા ડેમમાં 94.03 ટકા પાણી ભરાયું
  • સીપુ ડેમમાં સૌથી ઓછું 28.69 ટકા પાણી ભરાયું
  • ધરોઈ ડેમમાં 92.02 ટકા પાણીનો જથ્થો
  • ખોડિયાર ડેમમાં 65.32 ટકા પાણીનો સંગ્રહ થયો
  • શેત્રુંજી ડેમમાં 99.40 ટકા પાણી
  • ઉંડ-1 ડેમમાં 89.43 ટકા પાણીનો જથ્થો
  • ભાદર ડેમમાં 91.43 ટકા પાણી
  • ભાદર-2 ડેમમાં 98.10 ટકા પાણી
  • મચ્છુ-1 ડેમમાં 84.60 ટકા પાણીનો સંગ્રહ
  • મચ્છુ-2 ડેમમાં 69.78 ટકા પાણી ભરાયું
  • બ્રહ્માણી ડેમમાં 84.60 ટકા પાણીનો જથ્થો
  • સરદાર સરોવર ડેમ 100 ટકા પાણીથી ભરાઈ ગયો

ગુજરાતના પાંચ શહેરો પાણીમાં ડૂબ્યા, ડ્રોન વિઝ્યુઅલમાં જુઓ પૂરથી તબાહી અને તારાજીના દ્રશ્યો

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના મહેસાણા સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના 129 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news