ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ના સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનાર એક ઝડપાયો, જ્યારે અન્ય 5 ફરાર થયા છે. પોલીસે તેમની શોધખોળ શરુ કરી છે. આ ઘટનામાં પોલીસે શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 વર્ષ અને 18 વિદેશી રાષ્ટ્રધ્યક્ષો, કેવી રીતે ભારતનું નવું શો વિન્ડો બન્યું અમદાવાદ


વધુ એક વખત અમદાવાદ ના સિંધુ ભવન રોડ પર નબીરા બેફામ થયા ની ઘટના બોડકદેવ પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે અમદાવાદ સિંધુ ભવન રોડ પર આવેલા શંકાસ્પદ કાર ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે કારને થોડી ધીમી કરીને તરત જ પોલીસ પર કાર ચડાવવા નો પ્રયાસ કર્યો હતો સાથે જ જીવલેણ હુમલો કરી, ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે આ મામલે પોલીસે 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને અવિનાશ નામના એ શખ્સની ધરપકડ કરી છે.


ગુજરાતના ITI પાસ યુવક-યુવતીઓ માટે સુવર્ણ અવસર, આ ભરતીમાં અપાશે આટલા બોનસ ગુણ


અમદાવાદ શહેરના અતિ પોસ ગણાતા એવા સિંધુભવન રોડ પર બુધવારની સવારે બે પોલીસ કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક કારને તપાસવા માટે રોકાવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં બેઠેલા નબીરાઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેથી તેનો પીછો કરી કારને થોડી દૂર ઝડપી પાડી હતી. ઉશ્કેરાયેલા કાર સવાર નબીરાઓએ કાર રોકીને પોલીસ કર્મચારી ને સાથે મારમારી પણ કરી હતી. જેમાં થી એક અવિનાશ નામનો શખ્સ ઝડપાયો હતો અને અન્ય 5 શખ્સો ફરાર થઇ ગયા હતા.


ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક થઇ મુલાકાત, જાણો શું ચર્ચા થઈ?


ઝડપાયેલ શખ્સની પૂછ પરછ કરતા સામે આવ્યું હતું કે ધુળેટી ના તહેવાર ને લઇ ને પૂર્વ વિસ્તાર માંથી બધા મિત્રો સિંધુ ભવન રોડ ખાતે ફરવા આવ્યા હતા ત્યારે આ આખો બનાવ બન્યો હતો ત્યારે પોલીસે ફરાર વધુ આરોપી ની શોધ શરુ કરી છે.