Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. એક જ દિવસમાં 5 બાળકોનાં મોતથી ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસ થયા છે. આજે મહીસાગરમાં 1 અને ખેડામાં 1 બાળકનું મોત નિપજ્યું છે. તો બનાસકાંઠામાં 2 અને વડોદરામાં 1 બાળકનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 32 બાળકોનાં મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલોલના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો 
ગાંધીનગરના કલોલ રેલવે પૂર્વ માં દોઢ વર્ષ ના બાળક નો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 11 જુલાઈથી બાળકને શંકાસ્પદ વાયરસના લક્ષણો હતા. જે બાદ 16 તારીખે એડમિટ થતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાતે રિપોર્ટ ચાંદીપુરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ બાળકને ગાંધીનગર સિવિલમાં સારવાર અપાઈ રહી છે. જેમાં એની તબિયત સ્થિર હોવાનું માલુમ પડ્યું છે. ગાંધીનગરના કલોલમાં પાનસર અને ધાનોટમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો ધરાવતા બાળકની સારવાર ચાલુ છે. ગઈકાલે રેલવે પૂર્વમાં દોઢ માસના બાળક પોઝિટીવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્ર સજાગ થયું છે. તકેદારીના ભાગ રૂપે મેલેથિયમ પાવડરનું ટેસ્ટિંગ પણ શરૂ કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ પણ વધુ સઘન કર્યું છે. 



સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરો


ખેડા જિલ્લામાં ચાંદીપુરાનો કહેર
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે. જિલ્લામાં આજે વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી એક બાળકનું ચાંદીપુરાના કારણે શંકાસ્પદ મૃત્ય નિપજ્યું છે. જિલ્લામાં ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદમાં ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. મહેમદાવાદના પથાવત ગામમાં ચાર વર્ષીય બાળકને ચાંદીપુરના લક્ષણો દેખાયા છે. ચાંદીપુરાના લક્ષણો દેખાતા હલધરવાસ CHC સારવાર માટે લાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેના બાદ આરોગ્ય વિભાગ દ્વવારા આ ભાવસીંપુરા વિસ્તારમાં આવેલ 17 ઘરો અને 69 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ ફોંગિંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત, 3 સારવાર હેઠળ અને 1 બાળક સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ કરાયા છે. 


સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા માટે ડ્રાઈવ
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા રોગ અટકાવ તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ અટકાવવા સંદર્ભે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાઈ. રાજ્યના તમામ ગામોમાં દવા અને સ્પ્રે છંટકાવની મેગાડ્રાઇવ શરૂ કરાઈ છે. વરસાદી ઋતુ ચાલુ હોવાથી પાણી કે મચ્છરજન્ય રોગચાળાને પણ અટકાવવા માટે અગમચેતીના ભાગરૂપે સમગ્ર રાજયમાં ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન અને અન્ય દવા તેમજ સ્પ્રે છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ ચાલુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકે, મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય તે માટે દવા અને સ્પ્રે છંટકાવની કામગીરી સઘન રીતે હાથ ધરાઈ છે. વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા અસરગ્રસ્ત વિસ્તારોમાં સખત સર્વેલન્સ કરીને આ વિસ્તારમાં દવા છંટકાવ કામગીરીને પ્રાથમિકતા અપાઇ છે. 


સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમા 4 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર