Accident News : ગુજરાતમાં આજનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. વિવિધ ચાર અકસ્માતમાં કુલ 10 લોકોના જીવ ગયા છે. કાળમુખી અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ગુજરાતના રસ્તાઓ પર લોહીની નદીઓ વહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપીમાં અકસ્માતમાં 4ના મોત
સોનગઢના હીરાવાડી ગામથી પસાર થતા રસ્તા પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં કમકમાટીભર્યા મોત થયા છે. પગપાળા રસ્તે જતા વૃદ્ધાને બચાવવા જતા કાર ઝાડ સાથે ભટકાઈ હતી. જેમાં વૃદ્ધા સહિત કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તમામ ઘાયલોને વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  


રૂપાલાને માફ કરી દેવા જોઈએ, ગુજરાતના આ દયાળુ રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા


ધોરાજીમાં પરિવારનો માળો વિખેરાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માતમાં ચારના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છ. ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી કાર નદીમાં નીચે ખાબકી હતી. તપાસમાં સામે આવ્યું કે, ધોરાજીના રહેવાસી દિનેશભાઈ ઠુંમર તેમના પત્ની લીલાવંતીબેન તેમજ તેમની પુત્રી હાર્દિકા અને તેમના પાટલા સાસુનું મોત નિપજ્યુ છે. કારનુ ટાયર ફાટતા ગાડી પુલની રેલિંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારનો માળો વિખેરાયો છે. ઘટના સ્થળે તરવૈયાઓની મદદથી લાશો અને ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી



વડોદરામા અકસ્માતમાં એકનું મોત
વડોદરામાં ડેસર સાવલી માર્ગ ઉપર ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. ડેસરના લહેરીપુરા સ્ટેન્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. નહારા ગામ બાજુથી લહેરીપુરા તરફ આવતી બાઈકને ડેસર તરફથી સાવલી તરફ જતા કપચી ભરેલા ડમ્પરે અડફેટે લીધી, જેમાં બાઈક સહિત ચાલકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતુ. આ અકસ્માતમાં બાઈક સવાર આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું  હતું. અકસ્માતમાં સિહોરાના તખતસિંહ સોમસિંહ પરમાર ઉ ૫૦ વર્ષનું મોત નિપજ્યું.


દ્વારકા નહિ પણ સોમનાથમાં શ્રીકૃષ્ણે દેહત્યાગ કર્યો હતો, સમય હતો ચૈત્ર શુક્લ પ્રતિપદા


સુરતમાં અકસ્માત એકનું મોત
સુરતના સરથાણા વિસ્તારમાં બેકાબૂ બનેલી કારના ચાલકે પાંચ જેટલા લોકોને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી સરથાણા પોલીસે હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. હચમચાવનારી અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. બેફામ બનેલા કાર ચાલકે રાહદારી મહિલાને બોનેટ સાથે ઘસડી ગયો હતો. જેમાં બે બાળકોને પણ અડફેટે લેવામાં આવ્યા હતા. કાર નો ચાલક દારૂના નશામાં હોવાની વાત પણ સામે આવી છે. તેણે દારૂના નશામાં બ્રેકના બદલે એક્સલેટર દબાવી લેતા અકસ્માત થયાનું જણાવ્યું હતું.


ગુજરાતમાં 13 થી 15 એપ્રિલમાં વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર છે મોટી ઘાત