Deakin University of Australia In Gujarat : ગુજરાતના વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશી યુનિવર્સિટી તરફ દોટ મૂકતા હોય છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયા ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે મોટા અપડેટ સામે આવ્યા છે. જો તમે માત્ર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે, ગુજરાતમા ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના કેમ્પસ ખૂલવા જઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાની બે વોલોનગોંગ અને ડીકિન યુનિવર્સિટી આ માટે ગુજરાત સાથે કરાર કરશે. જે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એકબીજાના પાઠ્યક્રમ તેમજ ડિગ્રીને માન્યતા આપવાની એક પહેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને પ્રધાનમંત્રી સાથે મેચ નિહાળશે 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 9 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્ટોની અલ્બેનીઝ પણ આવશે. બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે. 


આ પણ વાંચો : 


જય જય અંબે : અંબાજીમાં પ્રસાદની પરંપરા બદલાતા વિરોધ, મંદિર બંધ કરવા અપાયું અલ્ટીમેટમ


ગિફ્ટ સિટીમાં બની રહેલ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટરમાં આ યુનિવર્સિટી આવશે. તો આઈએફએસસીના શ્રીનિવાસે જણાવ્યું કે, યુકેની પણ અનેક યુનિવર્સિટી અહી આ પરિસરમાં કેમ્પસ શરૂ કરવાનો વિચાર કરી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 1 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે, ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરશે. પ્રધાને દિલ્હી યુનિવર્સિટીના વેંકટેશ્વર કોલેજમાં આયોજિત સમારોહમાં આ જાહેરાત કરી હતી. 


ઓસ્ટ્રેલિયા સાથે કરવામાં આવાનર આ કરાર બંને દેશોના વિદ્યાર્થીઓને એકબીજાની સાથે અભ્યાસ તેમજ નોકરીના અવસર ઉપલબ્ધ કરાવવાના છે. વોલોનગોંગ યુનિવર્સિટીની શરૂઆત વર્ષના અંતમાં કરવામા આવશે. જેમાં વાણિજ્ય તેમજ મેનેજમેન્ટ સાથે જોડાયેલા અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. તો ડીકિન યુનિવર્સિટીની સ્થાપના પણ આ જ કેમ્પસમાં થશે. ભારતીય વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ પર ઓસ્ટ્રેલિયા અંદાજે 19 લાખ ડોલરનો ખર્ચ કરશે. ડિકીન ભારતમાં પોતાનું કેમ્પસ બનાવનારું પહેલું વિદેશી યુનિવર્સિટી હશે. 


આ પણ વાંચો : 


100 મેં સે અસ્સી બેઈમાન જેવી ગુજરાતના બ્રિજની હાલત, ઢગલાબંધ બ્રિજને સમારકામની જરૂર


ગુજરાતમાં માવઠાની અસર શરૂ, ભર ઉનાળામાં અનેક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો