100 મેં સે અસ્સી બેઈમાન જેવી ગુજરાતના બ્રિજની હાલત, ઢગલાબંધ બ્રિજને સમારકામની જરૂર હોવાનો રિપોર્ટમાં ખુલાસો

ખુદ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવ્યું છે કે, રાજ્યમાં બ્રિજોના રિપેરિંગની જરૂરિયાત છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે બ્રિજોની સ્થિતિ મામલે જવાબ રજૂ કરવાનો હતો..

100 મેં સે અસ્સી બેઈમાન જેવી ગુજરાતના બ્રિજની હાલત, ઢગલાબંધ બ્રિજને સમારકામની જરૂર હોવાનો રિપોર્ટમાં ખુલાસો

Gujarat Bridge Report : રાજ્યમાં બનેલા તમામ બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી હતી. સરકારે રજૂ કરેલી એફિડેવિટમાં કુલ 63 જેટલા બ્રિજને સમારકામ કરવાની જરૂરિયાત હોવાનો ખુલાસો થયો છે. જેમાં 40 જેટલા બ્રિજને સામાન્ય રિપેરિંગ કરવાની જરૂરિયાત છે. જ્યારે 23 જેટલા બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. ખુદ સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવ્યું છે કે, રાજ્યમાં બ્રિજોના રિપેરિંગની જરૂરિયાત છે. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે બ્રિજોની સ્થિતિ મામલે જવાબ રજૂ કરવાનો હતો..જેમાં સરકારે રજૂ કરેલી એફિડેવિટમાં અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર હોવાનું સામે આવ્યું છે. સુરતમાં 13 બ્રિજમાં નવ બ્રિજને ખૂબ જ વધારે રિપેરિંગની જ્યારે 4 બ્રિજને સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. વડોદરામાં 4 અને રાજકોટ 1, જૂનાગઢમાં 7 બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત હોવાનું જણાવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત ન હોવાનો ખુલાસો પણ એફિડેવિટમાં કરાયો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.

ગુજરાતના અનેક બ્રિજને સમારકામની જરૂર 
રાજ્યમાં બ્રિજોની સ્થિતિને લઈ મોટા સમાચાર સામે આવ્યો છે. જેાં રાજ્યમાં કુલ 63 બ્રિજને સમારકામ કરવાની જરૂર હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં આ ખુલાસો થયો છે. જેમાં ખુદ સરકારે કબૂલ્યું કે, ગુજરાતના 40 બ્રિજને સામાન્ય સમારકામની હોવાની જરૂર છે. તો 23 બ્રિજોની હાલત ખૂબ ખરાબ હોવાનો સરકારનો ખુલાસો છે. અમદાવાદના 12 બ્રિજને સમારકામની જરૂર છે. તો સુરતમાં 13 બ્રિજ, વડોદરા 4 અને રાજકોટ 1 ,જૂનાગઢ 7 બ્રિજોની સમારકામની જરૂર છે. ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 

આ પણ વાંચો : 

રાજકોટના ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું
રાજકોટના રૈયા રોડ ખાતે આવેલ બ્રિજના જોઈન્ટમાં કોંક્રિટમાં ગાબડું પડ્યું છે. બ્રિજના જોઇન્ટ કોર્નરમાં વનસ્પતિ ઉગી જતા કોંક્રિટ નબળુ પડ્યાનું તારણ સામે આવ્યું છે. પ્લાસ્ટર ખરતા તમામ જોઇન્ટના ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મનપાએ કહ્યું કે, બ્રિજના મૂળ સ્ટ્રકચરને કોઈ નુકશાન નથી થયું. બ્રિજના જોઇન્ટમાં પોપડા ખરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝી 24 કલાકે અમદાવાદના હાટકેશ્વર બ્રિજની પોલ ખુલ્લી પાડી હતી. એએમસીની બેદરકારીની કારણે નબળી ગુણવત્તાનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. માત્ર પાંચ વર્ષમાં જ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જૂનો થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ગુજરાત વિધાનસભામાં આક્રમક વિરોધ દર્શાવાયો હતો. ત્યારે ગુજરાતના વિકાસમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news