Dear Father: પરેશ રાવલે નવી ફિલ્મની કરી જાહેરાત, ગુજરાતી નાટક `ડિયર ફાધર` પર હશે આધારિત
હું લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યો છું જે મારા સુપરહિટ ગુજરાતી નાટક `ડિયર ફાધર` (Dear Father) ઉપર આધારીત છે.
અમદાવાદ: દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની અધૂરી ફિલ્મ 'શર્માજી નમકીન' ના બાકીના ભાગનું શૂટિંગ પુરી કરી લીધું છે. તો બીજી તરફ હંગામા 2 (Hungama 2) નું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે. ત્યારે હવે પરેશ રાવલે ટ્વીટ કરીને વધુ એક તેમના ફેન્સને વધુ એક ખુશીના સમાચાર આપ્યા છે.
પરેશ રાવલે (Paresh Rawal) પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે શ્રી જગન્નાથજીની રથ યાત્રા તથા અષાઢીબીજ ના પાવન દિવસે મારા વ્હાલા ગુજરાતી દર્શકો ને જણાવતા અપાર આનંદ થાય છે કે લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યો છું જે મારા સુપરહિટ ગુજરાતી નાટક "ડિયર ફાધર" (Dear Father) ઉપર આધારીત છે. આપ સૌના સહકાર અને આશીર્વાદની અપેક્ષા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube