ઝી બ્યુરો/સુરત: હમણાંથી હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે સુરતમાં 44 વર્ષીય મુકેશભાઈને યોગ કરતી વખતે હાર્ટએટેક આવ્યો છે. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ખેલ્યો ખૂની ખેલ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા 44 વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. 



ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ-નદીમાં ડૂબવાથી 11ના મોત


સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ગઈ છે. આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આજે 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું છે. મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. મુકેશભાઈના મોતનું ચોક્કસ કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.


અનોખી પરંપરા! ઘેર અને લુર નૃત્ય રમી મારવાડી માળી સમાજે કરી ધુળેટી પર્વની ઉજવણી


ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં ક્રિકેટ કે અન્ય રમત રમતી વખતે આવેલા હાર્ટ એટેકથી છથી સાત લોકોના મોત થયા છે.