ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીના ડ્રાઈવરની બેદરકારીથી એક બાળકનું મોત
વડોદરામાં કચરો લેવા માટે ફરતી ગાડીના ડ્રાઈવરે એક બાળકનો ભોગ લીધો છે. પોલીસે ગાડીના ડ્રાઈવરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
જયંતિ સોલંકી, વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી ગાડીએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. તાંદળજા વિસ્તારની સમીમ પાર્ક સોસાયટીમાં ગાડી રીવર્સ લેતી વખતે બાળક ગાડીના પૈંડામા આવી જતા બાળકનું મોત થયું છે.
વડોદરા કોર્પોરેશને ચાર ઝોનમાં અલગ અલગ કોન્ટ્રકટરને ડોર ટુ ડોર કચરો કલેક્શનનું કામ આપ્યુ છે. જોકે કચરો કલેકટ કરતી ગાડીઓના ડ્રાયવરો સોસાયટી વિસ્તારમાં બેફામ ડ્રાઈવિંગ કરીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. વડોદરાની સમીમ પાર્ક સોસાયટીમાં કચરો લેવા ગયેલા અનિલ ગરવાલે ગાડી રીવર્સ લેતી વખતે ગફલત કરી અને ઔન પઠાણ નામનો બાળક ગાડી નીચે આવી ગયો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે ખછેડાયો હતો, જોકે બાળકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં વિવાદ, હાર્દિકે કહ્યુ- મને હેરાન કરવામાં આવે છે, રાહુલ ગાંધી પર પણ લગાવ્યો આરોપ
અકસ્માતની ધટના બનતા જ લોકોમાં દોળધામ મચી હતી અને સ્થાનિકોએ ગાડીના ડ્રાઇવર અનિલ ગરવાલ પકડી પાડી પોલિસને સોપ્યો હતો. પોલિસે ઘટના સ્થળેથી ડ્રાઇવરની ધરપકડ કરી ટેમ્પો જપ્ત કર્યો હતો. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ આઈપીસીની કલમ 337,338,304(અ),177,144 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ડ્રાઇવર પાસે લાયસન્સ હતું કે કેમ તે તપાસ હાથ ધરી છે.
ડોલ ટુ ડોર કચરાની ગાડીના ચાલકો ગાડી બહાર પ્લાસ્ટીકના થેલા લટકાડે છે જેના કારણે આગળ પાછળ દેખાતુ જ નથી અને અકસ્માત સર્જાય છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલિસે કડક હાથે કામ લેવાની જરુર છે. તો જ આવા અકસ્માતો નિવારી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube