ઝી બ્યુરો/ખેડા: ખેડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડામાં દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગતા તેમનું કરૂણ મોત થયું છે. કઠલાલના રૂધનાથપુરા વિસ્તારમાં મકાનની છત પર કપડા સૂકવતી વખતે દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગતા આ દુર્ઘટના બની છે. વીજ વાયરને અડકી જતાં બંને મહિલાના મોત થયા છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક બીજાને બચાવવા જતાં કરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જતાં બન્ને મહિલાઓને હોસ્પિટલે દાખલ કરાયા હતા, જ્યાં હોસ્પિટલમાં તબીબે બંને મહિલાઓને મૃત જાહેર કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ..એલર્ટ..એલર્ટ..! ગુજરાતમાં આગામી 5 દિવસની ખતરનાક આગાહી, બારે મેઘ થશે ખાંગા!


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં આ દુર્ઘટના ઘટી છે. ધાબા પર કપડા સૂકવવા જતા દેરાણી-જેઠાણીને વીજ કરંટ લાગ્યો હતો. બન્ને મહિલાઓને વીજ વાયરને અડકી જતાં વીજ કરંટ લાગતા કરૂણ મોત થયું છે. આ ઘટના બાદ ગંભીર રીતે દાઝેલી બંને મહિલાઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ બંને મહિલાને મૃત જાહેર કરી. તો 4 સંતાનો મા વિના નોધારા બન્યા છે.


ગુજરાત સરકારના આ વિભાગમાં છેલ્લા ચાર મહિનાથી નથી થયો પગાર, આવી કેવી સરકારી નોકરી?


આ ઘટનામાં ભોગ બનનાર મહિલાઓના નામ સુધાબેન દિલીપભાઈ ભોઈ હતું જેની ઉંમર 38 વર્ષની હતી. જ્યારે બીજા મહિલાનું નામ સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ હતું અને તેમની ઉંમર 33 વર્ષની હતી. સગપણમાં બંને મહિલા દેરાણી જેઠાણી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં બન્ને મૃતકોના મૃતદેહને પીએમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.


World Cupને લઈને અમદાવાદમાં વ્યવસ્થા, ટીમોને કઈ રીતે લઈ જવાશે હોટેલથી સ્ટેડિયમ?