લો બોલો! ગુજરાત સરકારના આ વિભાગમાં છેલ્લા ચાર મહિનાથી નથી થયો પગાર, આવી કેવી સરકારી નોકરી?

છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળતા વર્ગ-4ના કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે, ત્યારે વર્ગ 4ના કર્મચારીએ પરિવાર સાથે ઝી 24 કલાક સમક્ષ પોતાની વેદના તંત્ર સામે ઠાલવી હતી.

લો બોલો! ગુજરાત સરકારના આ વિભાગમાં છેલ્લા ચાર મહિનાથી નથી થયો પગાર, આવી કેવી સરકારી નોકરી?

મુસ્તાક દલ/જામનગર: ફોરેસ્ટના મરીનેશનલ પાર્ક વિભાગના વર્ગ 2, 3, 4 ના કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી પગાર વિહોણા બન્યા છે. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને સરકારના મંત્રીઓને પણ રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવતો નથી. 

છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળતા વર્ગ-4ના કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે, ત્યારે વર્ગ 4ના કર્મચારીએ પરિવાર સાથે ઝી 24 કલાક સમક્ષ પોતાની વેદના તંત્ર સામે ઠાલવી હતી. જો રાજ્ય સરકાર દ્વારા આગામી સોમવાર સુધી પગાર નહીં કરવામાં આવે તો વર્ગ-4 ના કર્મચારી પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા પરિવાર સાથે ફોરેસ્ટ વિભાગની કચેરી ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારી છે. 

જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વન વિભાગના કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા હોવાની વિગતો સામે આવી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news