હિંમતનગર : શહેરનાં ભોલેશ્વર નજીક હાથમતી નદીમાં એક યુવાન ડુબ્યો હોવાની ઘટના બની છે. નદી પાર કરતા સમયે આ યુવાન ડુબ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને ફાયર વિભાગ દ્વારા મિનિટોમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. સ્થાનિકો દ્વારા યુવાનને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હોવાથી થોડા જ સમયમાં ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ગણત્રીની મિનિટોમાં યુવાનનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. 


મહા સાયક્લોન updates : સુરતના મેળામાંથી મોટી રાઈડ્સ ઉતારી લેવાઈ, દીવમાં સ્થળાંતર શરૂ
કરોડપતિ ખાનદાનનો યુવક આખરે કેમ સિમલાની હોટલમાં વાસણ ધોતો હતો?
હાલ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. જો કે હજી સુધી આ યુવાનની ઓળખ થઇ શકી નથી. જેથી પોલીસ તે યુવાનની ઓળખ કરવા માટે પ્રયાસો કરી રહી છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ, ફાયર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે ઘશી આવ્યો હતો. જો કે યુવાનને બચાવી શકાયો નહોતો.