Uttarayan 2023 : અમદાવાદ સહિત રાજ્યભરમાં આસ્થા-ઉલ્લાસના પર્વ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના માફકસરના પવનથી પતંગબાજો માટે સોનામાં સુગંધ ભળી હતી. જોકે, ઉત્તરાયણ પર્વે પતંગ-દોરીથી ઈજા પામીને કે પતંગ ચગાવતા જતાં કે મકાન પરથી પડી જવાના કારણે કે ૧૧ જણાએ જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધારે નાના બાળકોનો સમાવેશ થયો છે. ઉત્તરાયણમાં 130 લોકોને ઈજા અને 46 લોકો ધાબેથી પડ્યા છે. આમ આ ઉત્તરાયણમાં દોરી એ મોતની દોરી બની ગઈ છે. આ પર્વમાં 456 મારામારીના બનાવો બન્યા છે. આમ તહેવારમાં લોકોએ મજાની સાથે દોડાદોડી પણ કરી છે. 100 લોકોને તો ટાંકા લેવા પડ્યા છે. અમદાવાદમાં સૌથી વધારે લોકો દોરીથી ઈજાગ્રસ્ત બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ એમ બે દિવસમાં દોરીથી ઈજા થવાની સૌથી વધુ ઘટના બની છે. જેમાં રાજ્યમાં 11નાં મોત થયા છે. ૧૩૦થી વધુ લોકોને દોરીથી ઈજા પહોંચી છે.  ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ એક બે દિવસમાં સૌથી જ્યારે ૫૦થી વધુ લોકો પતંગ ચગાવતા નીચે પડયા છે. ૧૨૮૧ને માર્ગ અકસ્માતમાં ઈજા થયાનું સામે આવ્યું છે. લોકો માટે ઉત્તરાયણની મજા સજા બની ગઈ છે.  બે દિવસમાં માર્ગ અકસ્માતમાં ૧૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઉત્તરાયણમાં દોરીની ઈજાને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૪૦થી વધુને દાખલ કરવા પડ્યા હતા. જેમાં સોલા સિવિલમા બે દિવસમાં ૩૧ જ્યારે અસારવા સિવિલમાં ૧૧ દર્દીનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં ઉત્તરાયણમાં ૮ વ્યક્તિને પડી જવાથી, 6 વ્યક્તિને પતંગ ચગાવતી વખતે ઈજા થતાં દાખલ કરાયા હતા.  આમ બે દિવસમાં કુલ ૫૯ દર્દીને દાખલ કરાયા હતા અને તેમાંથી ૫૩ને રજા આપી દેવાઈ છે. 


રાજ્યમાં દોરીથી મોતને ભેટનાર કમનસીબ


સ્થળ મૃતક  ઉંમર
રાજકોટ રીષભ વર્મા  6 વર્ષ
રાજકોટ નાનજી વાઘેલા 20 વર્ષ
જામનગર જયંતી પાણવાણીયા 18 વર્ષ
કામરેજસુરત સંજય રાઠોડ 32 વર્ષ
કામરેજ સુરત સુમીત સાંગળિયા 15 વર્ષ
વડોદરા રિન્કુ યાદવ  
કરજણ વડોદરા અજાણી વ્યક્તિ 35 વર્ષ
વિજયનગર રાજેશ સુથાર 29 વર્ષ
વિસનગર ક્રિશ્ના ઠાકોર 3 વર્ષ
કલોલ ગાંધીનગર અશ્વિન ગઢવી  
ભાવનગર  કીર્તિ યાદવ 2.5 વર્ષ

ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પશુ- ઈમરજન્સીના કુલ કેસની પક્ષીની સારવાર માટે રાજ્ય સરકારના વનવિભાગ, પશુ ચિકિત્સા અધિકારીઓ એક્ટિવ રહ્યાં છે.  રાજ્યભરમાં 1200થી વધુ પક્ષીઓ અને 1700થી વધારે પશુઓને સારવાર આપવામાં આવી હતી. લોકોએ આ ઉત્સવ માણ્યો છે પણ આ ઉત્તરાયણમાં અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ, બરોડા અને સુરતમાં પણ દોરી વાગવાની અને અકસ્માતની ઘટનાઓ બની છે. ઉત્તરાયણમાં મારામારીની સૌથી વધારે 91 ઘટના અમદાવાદમાં બની છે.