માનવતા મરી પરવારી? મહિલાના દેહ પર એટલા વાહનો ફરી વળ્યાં કે પાવડાથી દેહ ભેગો કરવો પડ્યો
શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની અડફેડે આવી જતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રાત્રે અનેક વાહનો લાશ પર ફરી વળતા મહિલાના દેહનાં ચુંથાઇ ગયો હતો. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સાપરાધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. ગોલ્ડન ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ પર સોમવારે મોડી રાત્રે અંદાજીત 40 વર્ષીય મહિલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું રોડ પર પડી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
વડોદરા: શહેરમાં નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની અડફેડે આવી જતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ રાત્રે અનેક વાહનો લાશ પર ફરી વળતા મહિલાના દેહનાં ચુંથાઇ ગયો હતો. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ સાપરાધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. ગોલ્ડન ચોકડી પાસે અમદાવાદ તરફ જતા રોડ પર સોમવારે મોડી રાત્રે અંદાજીત 40 વર્ષીય મહિલાને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું રોડ પર પડી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
સાવધાન! અમદાવાદમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ફરી સક્રિય, માત્ર ચોરી નહી હિંસા પણ આચરે છે
જો કે મોડીરાત હોવાથી રોડ પર પડેલા દેહને કોઇ જોઇ શક્યું નહોતું. અનેક વાહનો ફરી જતા દેહ ચુંથાઇ ગયો હતો. આ ઘટના અંગે હરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે મૃતદેહ એટલી હદે ચુંથાઇ ગયો હતો કે તેને પાવડા વડે ભેગો કરવો પડ્યો હતો. હાલ આ મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ ચાલુ કરવામાં આવી છે.
Gujarat Corona Update: નવા 1349 દર્દી, 1444 દર્દી સાજા થયા, 17 લોકોનાં મોત
ઘટના સ્થળ પરથી રાજપીપળાનું વીજ બીલ મળી આવ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. મૃતક અગાઉ ભાડાના મકાનમાં રહેતો હતો. જો કે હજી સુધી મહિલાની ઓળખ થઇ શકી નથી. હરણી પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સઅપરાધ માનવ વધની કમલ ઉમેરીને ગુનો દાખલ કર્યો છે. હાલ આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube