Gujarat Budget 2023 : ગુજરાતમાં સરકારે ફૂલ ગુલાબી અને આત્મનિર્ભર બજેટ રજૂ કર્યાના દાવાઓ કર્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું રૂ. ૩.૦૧ લાખ કરોડના કુલ કદ સાથેનું જે વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. એક તરફ સરકારે કહ્યું છે કે, કોઈ પણ જાતના કર વેરા વગરનું આ બજેટ છે. પરંતુ આવું સાંભળીને ખુશ થવા જેવું નથી. કારણ કે, દરેક ગુજરાતીએ સરેરાશ વાર્ષિક 19 હજાર 840 રૂપિયા સરકારી વેરો ભરવો પડશે. દરેક ગુજરાતી પાસેથી SGST પેટે 9 હજાર 433 રૂપિયા લેવામાં આવશે. વાર્ષિક વેટ પેટે 5 હજાર 607 રૂપિયા વસૂલવામાં આવશે. વેરા પેટે કુલ 1 લાખ 38 હજાર 881 કરોડની આવકનું સરકારનું લક્ષ્યાંક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર 2023-24 ના બજેટમાં દર્શાવ્યા મુજબ, પોતાના વિવિધ વેરા પેટે સરકાર નાગરિકો પાસેથી કુલ રૂ. ૧,૩૮,૮૮૧ કરોડની આવક ઊભી કરશે. હાલ રાજ્યની કુલ વસતી 7 કરોડ જેટલી થવા જાય છે, ત્યારે તેની ગણતરીએ માંડીએ તો દરેક ગુજરાતી પાસેથી વાર્ષિક માથાદીઠ સરેરાશ કુલ ૧૯,૮૪૦ રૂ. વેરા પેટે વસૂલાશે. અર્થાત દરેક ગુજરાતી માસિક રૂ. ૧૬૩૦ અને દૈનિક (રોજના) સરેરાશ ૫૪ રૂ. સરકારને તેના વિવિધ વેરા પેટે ચૂકવશે.


આ પણ વાંચો : 


અમદાવાદનો એસજી હાઈવે થંભી ગયો, કાર અથડ્યા બાદ હજારો વાહનચાલકો અટવાયા


યુવતીને મોબાઈલ પર ગલગલિયા કરવા ભારે પડ્યા, સંબંધ કાપી નાંખતાં યુવકે એવું કર્યું કે..


કયા કયા વેરાથી આ આવક વસૂલાશે
જમીન મહેસૂલ, સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી, રાજ્ય આબકારી, રાજ્ય જીએસટી, વેટ, વાહન વેરો, માલ-ઉતારૂ વેરો, વીજ વેરો, મનોરંજન વેરો 


આ તમામ વેરાઓ થકી ગુજરાત સરકાર નાગરિકો પાસેથી ૧,૩૮,૮૮૧ કરોડની આવક મેળવશે. જેનુ ગણિત માંડીએ તો, ગુજરાતની વસ્તી અંદાજે 7 કરોડ છે. તેથી સરેરાશ માથા દીઠ ગણીએ તો ગુજરાતીઓને ૧૯,૮૪૦નો વેરો ચૂકવવાનો થશે.  


ગુજરાત સરકારે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ જાહેર કરવાની જાહેરાત કરીને આ રીતે, રૂ. ૨,૯૭,૪૯૧ કરોડની આવક ભેગી કરવાનું આયોજન કર્યું છે. આ આવકની સામે ગુજરાત સરકાર પોતાના ખર્ચા કાઢશે અને અન્ય વિભાગોને રૂપિયા ફાળવશે. 


આ પણ વાંચો : 


‘આઈ લવ યુ, મારે તને મળવું છે’: ગંદા મેસેજ કરતો અને મેદાનમાં રમતી છાત્રાઓને જોયા કરતો


પાટીદારો વટ છે તમારો : મા ઉમિયા માટે ગુજરાતી નહીં, અમેરિકન અને કેનેડિયનમાં પણ પડાપડી


રાજ્ય સરકારે પોતે કબૂલ્યું
રાજ્ય સરકાર ભલે તેનું જાહેર દેવું કાબૂમાં હોવાનો દાવો કર્યા કરતી, પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે આંકડાની દૃષ્ટિએ જાહેર દેવામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ૨૦૧૬-૧૭ના અંતે રાજ્ય સરકારનું જાહેર દેવું જે રૂ.૧,૯૯,૩૩૮ કરોડ હતું, તે ૨૦૨૧-૨૨ના અંતે ૬૪.૬૫ ટકા વધીને રૂ,૩,૦૮,૩૦૨ કરોડે પહોંચ્યું હતું અને ૨૦૨૫-૨૬ના અંતે યાને ૨૦૧૬-૧૭ની સરખામણી માત્ર ૯ વર્ષમાં જ જબરજસ્ત રીતે ૧૪૧ ટકા વધીને રૂ. ૪,૮૦,૩૦૨ કરોડે પહોંચવાનો અંદાજ બતાવાયો છે. રાજ્ય સરકારે ૨૦૧૯-૨૦માં રૂ. ૧૬,૭૦૧.૭૬ કરોડ, ૨૦૨૦- ૨૧માં રૂ.૧૭,૯૨૨.૪૫ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂ. ૨૪,૪૩૬.૦૧ કરોડ અને સુધારેલા અંદાજ મુજબ ૨૦૨૨-૨૩માં રૂ. ૨૨,૨૪૦.૨૭ કરોડની ચુકવણી જાહેર દેવા પેટે કરી છે, જ્યારે આ ચુકવણી ૨૦૨૩-૨૪ના અંતે રૂ. ૨૬,૩૦૪.૪૮ કરોડ થવાનો અંદાજ દર્શાવાયો છે.


આ પણ વાંચો : 


આ વસ્તુની આખું વર્ષ રહે છે માંગ, બિઝનેસ કરશો તો ક્યારેય પાછું વળીને જોવું નહિ પડે