World Tallest Temple : પાટીદારો વટ છે તમારો : મા ઉમિયા માટે ગુજરાતી નહીં, પણ અમેરિકન અને કેનેડિયનમાં પણ પડાપડી

World Tallest Temple : અમદાવાદમાં વૈષ્ણૌદેવી સર્કલની પાસે જાસપુરમાં બની રહેલા જગત જનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિર માટે ગર્ભગૃહ બેઝ બનીને તૈયાર થઇ ગયા બાદ આને લઇને ઉત્સુકતા વધી
 

World Tallest Temple : પાટીદારો વટ છે તમારો : મા ઉમિયા માટે ગુજરાતી નહીં, પણ અમેરિકન અને કેનેડિયનમાં પણ પડાપડી

World tallest temple in Ahmedabad : ગુજરાતી પાટીદારો હવે વૈશ્વિક બની રહ્યાં છે. પાટીદારોનું ગુજરાતમાં પ્રભુત્વ સતત વધી રહ્યું છે. હવે પાટીદોરોનો દબદબો અમેરિકા અને કેનેડા સુધી છે. પાટીદાર એ ગુજરાતમાં આર્થિક રીતે પગભર છે. હાલમાં વિશ્વના સૌથી ઊંચા મંદિર બનાવવા માટે પાટીદાર સમાજે સંકલ્પ કર્યો છે. આ માટે  વિશ્વઉમિયાધામે ‘વસુધૈવ કુટુમ્બકમ’ને ચરિતાર્થ કર્યું ‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનમાં  અત્યારસુધી ગુજરાતીઓ જ નહીં ૫૦ અમેરિકન અને કેનેડિયન પણ જોડાયા છે. આજે મા ઉમિયાનો મોટો મહોત્સવ છે. 

ભાગવત જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે ૧૦૧ મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા હતા. આ આંકડો સતત વધી રહ્યો છે. મા ઉમિયા માટે પાટીદારો દીલ ખોલીને દાન આપી રહ્યાં છે. વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર' અભિયાનમાં વિશ્વ ઉમિયા ધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત મહાનુભાવોને મળવાનો છે. આ મંદિર ફક્ત પાટીદાર સમાજ પૂરતું નહીં પણ સર્વ સમાજ માટે પણ ઉદાહરણ રૂપ બનવાનું છે અને ગુજરાતનું ગૌરવ વધારશે. આ માટે આજ દીન સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય ૧૦ સમાજના મહાનુભાવો ૧૧ લાખનું અનુદાન કરી ધર્મસ્તંભના યજમાન બન્યા છે. ત્યારે હવે ભારતીય મૂળના NRI સાથે સાથે અમેરિકન અને કેનેડિય લોકો પણ મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે.

આ પણ વાંચો : 

હાલમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહે છે.  છઠ્ઠા દિવસે પાટીદાર સહિત ભારતીય મૂળના ૧૦૧ NRI મહાનુભાવો ધર્મસ્તંભના યજમાન બન્યા છે તો આ સાથે ૨૫થી વધુ અમેરિકન અને ૨૫ કેનેડિયન મહાનુભાવો પણ વિશ્વ ઉમિયા ધામના ધર્મસ્તંભના યજમાન બન્યા છે. વિશ્વ ઉમિયા ધામ એ ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાથી વિશ્વના દરેક સમાજને જોડવાનું કામ કરી રહ્યાં છે. આ મંદિર એક નવું ઉદાહરણ પુરૂ પાડશે. અમેરિકનો અને કેનેડિયનોને પણ આ બાબતનો ગર્વ છે કે વિશ્વના સૌથી ઉંચા જગજ જનની મા ઉમિયાના મંદિરમાં પાયાના પિલ્લર બનવાનું એમને સૌભાગ્ય મળ્યું છે. આ મંદિર બની રહેશે ત્યારે ગુજરાતનું સૌથી મોટુ ધાર્મિક સ્થાનની સાથે અજાયબી બનીને રહેશે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news