અમદાવાદ: 31ની રાત્રે સામાન્ય બાબતે બોલાચાલી થતા મિત્રએ મિત્રની હત્યા કરી
31 ડિસેમ્બરની રાત્રે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ છે. ભાર્ગવ રોડ પર મોડી રાત્રે મિત્રએ જ મિત્રની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. એક તરફ સમગ્ર પોલીસ કાફલો ખાસ કરીને મેઘાણીનગર પોલીસ ખુબ જ સતર્ક હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. 31 ડિસેમ્બર હોવાથી વધારે સતર્ક હતા. ત્યારે હત્યાનો બનાવ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અમદાવાદ : 31 ડિસેમ્બરની રાત્રે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ છે. ભાર્ગવ રોડ પર મોડી રાત્રે મિત્રએ જ મિત્રની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. એક તરફ સમગ્ર પોલીસ કાફલો ખાસ કરીને મેઘાણીનગર પોલીસ ખુબ જ સતર્ક હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મેઘાણીનગર વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. 31 ડિસેમ્બર હોવાથી વધારે સતર્ક હતા. ત્યારે હત્યાનો બનાવ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
દાહોદ: પાણી પુરવઠ્ઠાની ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણું કરાયું, કર્મચારીઓ પર આરોપ
પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ચાર મિત્રો દારૂના નશામાં ધુત થઇ ગયા હતા. કોઇ કારણોસર બધા વચ્ચે બોલાચાલી થતા પારસ સાથે જુનો ખાર હતો. આ જુની અદાવત રાખી અને ચાર શખ્સો હથિયારો સાથે ઘસી આવ્યા હતા. પ્રતાપસિંહની ચાલમાં રહેતો પારસ ઘરે એકલો હતો. ત્યારે દારૂ પીધેલા ચાર શખ્સોએ સાથે મળીને પારસને રહેંસી નાખ્યો હતો. ઘટનાની જાણ થતા મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પારસને સારવાર આપી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube