દાહોદ: પાણી પુરવઠ્ઠાની ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણું કરાયું, કર્મચારીઓ પર આરોપ

દાહોદ જિલ્લાની પાણી પુરવઠ્ઠા ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણુ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પાણી બચાવવા અંગે જાગૃતી લાવવા અને પ્રચાર કરવા માટેનાં પુસ્તકો કર્મચારીઓએ જ સળગાવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે કોઇ કર્મચારી આટલી હદે કઇ રીતે જઇ શકે છે તે પણ એક મોટો સવાલ છે. મોટા પ્રમાણમાં સરકારી સામગ્રીનો ઢગલો કરીને સળગાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ રીતે વીડિયોમાં જોઇ શકાય છે.
દાહોદ: પાણી પુરવઠ્ઠાની ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણું કરાયું, કર્મચારીઓ પર આરોપ

દાહોદ : દાહોદ જિલ્લાની પાણી પુરવઠ્ઠા ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણુ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પાણી બચાવવા અંગે જાગૃતી લાવવા અને પ્રચાર કરવા માટેનાં પુસ્તકો કર્મચારીઓએ જ સળગાવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે કોઇ કર્મચારી આટલી હદે કઇ રીતે જઇ શકે છે તે પણ એક મોટો સવાલ છે. મોટા પ્રમાણમાં સરકારી સામગ્રીનો ઢગલો કરીને સળગાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ રીતે વીડિયોમાં જોઇ શકાય છે.

વડોદરામાં પોલીસ આકરાપાણીએ: તમામ ખર્ચ તોફાનીઓ પાસેથી વસુલવામાં આવશે
દાહોદ જીલ્લાની પાણી પુરવઠ્ઠાની ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણું કરવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે અધિકારીઓ દોડતા થયા છે અને અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કાંઇ પણ શંકાસ્પદ જણાશે તો તુરંત જ જવાબદાર કર્મચારી કે અધિકારી સામે પગલા ઉઠાવવામાં આવશે. તેવો સરકારી જવાબ પણ આપી દેવામાં આવ્યો છે. જો કે ક્યાં સુધી આ પ્રકારે રેઢિયાળ તંત્ર ચાલ્યા કરશે તે એક મોટો સવાલ છે. ઉપરાંત સ્થાનિક નાગરિકોમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news