અમદાવાદઃ દિવાળીના તહેવાર બાદ અમદાવાદ શહેરમાં અચાનક કોરોના વાયરસના નવા કેસમાં મોટો વધારો થયો હતો. ત્યારબાદ સરકારે અમદવાદ શહેરમાં બે દિવસના કર્ફ્યૂની જાહેરાત કરી હતી. તો રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી પણ રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જેની અવધી સાત ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવું નોટિફિકેશન જાહેર કરીને રાત્રી કર્ફ્યૂ વધારવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં યથાવત રહેશે રાત્રી કર્ફ્યૂ
આ પહેલા લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂની મર્યાદા આજે પૂર્ણ થઈ રહી હતી. હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન પ્રમાણે જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. આ સમય દરમિયાન ઘરની બહાર નિકળતા લોકો પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. 


અમદાવાદ શહેરમાં રાત્રે 9 વાગ્યા બાદ કોઈ દુકાનો પણ ખુલી રાખી શકાશે નહીં. જરૂરી સેવાઓને કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મેડિકલ સહિત ઈમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube