યોગીન દરજી, ખેડા: અનલોડ-2ના પ્રથમ દિવસે નડિયાદમાં આવેલા સંતરામ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની બીજી સુચના ના મળે ત્યાં સુધી નડિયાદનું સંતરામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણના કેસને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ચાંદોદ : અગિયારસ પર દેવને સૂવડાવામાં આવ્યા, આજથી 4 મહિના સુધી કોઈ શુભ પ્રસંગ નહિ 


નડિયાદના સંતરામ મંદિરને બંધ રાખવા તેમજ ગુરુપુર્ણિમાના તમામ કાર્યક્રમો બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. નડિયાદનું સંતરામ મંદિર આજથી બંધ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે: કોરોનાના સંકટમાં ડોક્ટરોએ ફરી એકવાર ભજવી ભગવાનની ભૂમિકા


સરકારની ગાઇડલાઇન બાદ મંદિર ભક્તોના દર્શનાર્થે ખુલ્યું હતું. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે મંદિર બંધ કરાયું છે. મંદરિમાં ગુરૂપૂર્ણિમાં ઉત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. મંદિરના સત્તાધીશો દ્વારા જાહેરાત કરાઈ છે. સંતરામ ડેરી ખાતે પણ પાદુકા પૂજન અને ગુરૂપૂર્ણિમાં ઉત્સવ બંધ કરાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube