ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે નવા 174 કોરોના કેસ નોંધાયા છે. અને એક પણ દર્દીનું મોત નોંધાયું નથી. આ ઉપરાંત 2210 દર્દીની તબિયત સ્થિર છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11072 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં એક પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડમીકાંડમાં SITની તપાસમાં વધુ એક મોટો ધડાકો: PSI જ બેઠો ડમી તરીકે પરીક્ષા આપવા, પછી..


ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 2215 થયા છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2210 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.96 ટકા થયો છે. આજે ગુજરાતમાં 268 કોરોના દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.


રખડતા ઢોરનો આતંક ડામવા AMC બાઉન્સરો રાખશે, અમદાવાદના 96 સ્થળે કરાશે તૈનાત


ગુજરાતમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 57, વડોદરામાં 26, સુરતમાં 24, સાબરકાંઠમાં 9, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 6, સુરત જિલ્લામાં 6, મહેસાણામાં 5, વડોદરા જિલ્લામાં 4, વલસાડમાં 4, ભરુચમાં 3, કચ્છમાં 3, અમરેલીમાં 2, આણંદમાં 2, ભાવનગરમાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, ગીર સોમનાથમાં 2, મોરબીમાં 2, નવસારીમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, અરવલ્લીમાં 1, બનાસકાંઠામાં 1, પંચમહાલમાં 1, રાજકોટ જિલ્લામાં 1, તાપીમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.