Ahmedabad News: રખડતા ઢોરનો આતંક ડામવા AMC બાઉન્સરો રાખશે, અમદાવાદના 96 સ્થળે કરાશે તૈનાત
આજની સુનાવણીમાં રખડતા ઢોર મુદ્દેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામાં એએમસી એક રખડતા ઢોરના નિયંત્રણ માટે જે પણ કાર્યવાહી કરશે તેની વિસ્તૃત માહિતી કોર્ટ સમક્ષ મૂકી હતી.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આજની સુનાવણીમાં રખડતા ઢોર મુદ્દેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામાં એએમસી એક રખડતા ઢોરના નિયંત્રણ માટે જે પણ કાર્યવાહી કરશે તેની વિસ્તૃત માહિતી કોર્ટ સમક્ષ મૂકી હતી.
એએમસી દ્વારા જે સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં હવે રખડતા ઢોરને પકડવા માટે એએમસી બાઉન્સરોનો ઉપયોગ કરશે. ઢોર પકડવાના સ્થળો પર બાઉન્સરો સાથે રાખીને એએમસી કાર્યવાહી કરશે. એમએમસી દ્વારા અમદાવાદમાં કુલ 96 જેટલા સ્થળોને રખડતા ઢોરના હોટસ્પોટ તરીકે નક્કી કર્યા છે. આ તમામ સ્થળો ઉપર એએમસી હાઇકોર્ટની ફટકાર બાદ કડક કાર્યવાહી કરશે. તેમજ એફિડેવિટમાં યોગ્ય કામગીરી કરવાની પણ કોર્ટમાં બાંહેધરી આપવામાં આવી છે.
રખડતા ઢોરની સાથે એએમસી દ્વારા બિસ્માર રોડ રસ્તાઓ મુદ્દે પણ સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. આ સોગંદનામાં અત્યાર સુધીમાં ખરાબ રોડ રસ્તા અંગે જે કાર્યવાહી કરવામાં આવી તેનો વિસ્તૃત અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. એમસીએ માર્ચ 2022 જે પણ રોડ રસ્તા અંગે કામગીરી કરી તેનો અહેવાલ રજૂ કર્યો હતો.
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ હાઇકોર્ટમાં ઇન્સ્પેક્શન કરેલા તમામ રસ્તાઓ અંગેનો ફોટોગ્રાફ સહિત રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્પોરેશન એ કોર્ટમાં દાવો કર્યો હતો કે મોટાભાગના તમામ રસ્તાઓનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે તેમજ અમુક રસ્તાઓનું કામકાજ હજુ પ્લાનિંગ હેઠળ અને વર્કિંગ પ્રોગ્રેસ છે.
રસ્તાઓનો ડેટા ડાયનેમિક હોવાથી અને તેમાં સમ્યાંતર એ બદલાવ આવ્યો હોવાથી હજુ સુધી સંપૂર્ણ આકલન થઇ શક્યું નથી હોવાનો પણ કોર્પોરેશન એ વાત કોર્ટ સમક્ષ મૂકી હતી.આ મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે