વડોદરા: વડોદરામાં વોર્ડ નંબર 15માં દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે અપક્ષ તરીકે દીપક શ્રીવાસ્તવે ઉમેદવારી નોંધાવી હતી. જો કે, વોર્ડ નંબર 15ના ભાજપ ઉમેદવાર દ્વારા દીપક શ્રીવાસ્તવની ઉમેદવારીને લઇને ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેને પગલે દીપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જો કે, મધુ શ્રીવાસ્તવ ભાજપના જ ધારાસભ્ય છે, તેમ છતાં પાર્ટીના ઉમેદવારે દીપક શ્રીવાસ્તવની ઉમેદવારી વિરૂદ્ધ વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે વોર્ડ નંબર 15ના ભાજપ ઉમેદવાર આશિષ જોશીએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. ભાજપ ઉમેદવારે દીપક શ્રીવાસ્તવના ત્રણ સંતાન હોવાથી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી. જ્યારે દીપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં માત્ર 2 સંતાન હોવાનું દર્શાવ્યું હતું. જેને પગલે દીપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મને રદ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- Surat માં માત્ર 4 ફૂટના અપક્ષ ઉમેદવારે નોંધાવી ઉમેદવારી, ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા


ત્યારે આ અંગે વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્રનું ઉમેદવારી ફોર્મ રદ થતા મોટું નિવેદન આપ્યું છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારા પુત્રનું ફોર્મ રદ કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. અમે અહીં લડવા નથી આવ્યા. જેને લડવું હોય એ માનું દૂધ પીધું હોય તો લડવા નવલખી મેદાનમાં આવી જાવો. મારો પુત્ર જવાન છે, હજી ઘણી ચૂંટણી લડશે. મારો પુત્ર લડ્યો હોત તો ભાજપને જ ફાયદો થતો. મારા પુત્ર દીપકનું ફોર્મ રદ થયું તેનું દુ:ખ નથી.


આ પણ વાંચો:- ઇમરાન ખેડાવાલાનો પક્ષ સામે બળવો, પોતાના ઉમેદવારોને ટિકિટ નહી મળતા રાજીનામું ધરી દીધું


ઉલ્લેખનીય છે કે, વડોદરામાં જિલ્લા પંચાયત ખાતે ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. વોર્ડ 15ના અપક્ષ ઉમેદવારી ફોર્મ રદ થવાની આશંકાએ દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ તોડફોડ કરી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત કચેરી પર ભાજપના મોટા નેતાઓ પહોંચ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ, મહામંત્રી સુનીલ સોલંકી, પ્રદેશ પ્રવકતા ભરત ડાંગર જિલ્લા પંચાયત ભવન પહોંચ્યા હતા. દીપક શ્રીવાસ્તવના સમર્થકો પણ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. પોલીસના ધાડેધાડા જિલ્લા પંચાયત ભવન ખાતે ઉતારવામાં આવ્યા હતા. ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ જિલ્લા પંચાયત આવી પહોંચ્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube