અલકેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં નવરાત્રીનું જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાન માંથી ગુજરાતના ડીસામાં સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે આજે ધુળેટી પર્વના દિવસે હજારોની સંખ્યામાં એકત્રિત થઈને ઘેર અને લુર નૃત્ય કરી પોતાની અનોખી પરંપરાને જાળવી રાખી છે. ત્યારે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ફાગ ગાઈ ઘેર નૃત્ય રમી ધુળેટીની પોતાના સમાજના લોકો સાથે ઉજવણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ધુળેટીના પર્વ બન્યો ગોઝારો, અલગ અલગ શહેરોમાં કેનાલ-નદીમાં ડૂબવાથી 11ના મોત


પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો,,આ કોઈ નવરાત્રીમાં ચાલતા માં અંબાના ગરબા નથી,,પરંતુ બનાસકાંઠાના ડીસામાં ધુળેટીના પર્વની થતી પ્રાચીન પરંપરાનો એક હિસ્સો છે,,રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જયારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી. 


ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યા! પતિ-પત્નિ વચ્ચેના ઝઘડાએ ખેલ્યો ખૂની ખેલ


પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા કેટલાય વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વરસે ધૂળેટીની સમી સાંજે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવે છે,ત્યારે આજે ડીસાની માળી વિધાસંકુલ ખાતે મોટી સંખ્યામાં મારવાડી માળી સમાજના લોકો એકઠા થયા હતા અને પોતાના પરંપરાગત મારવાડી વસ્ત્રો પહેરીને પુરુષો હાથમાં ડંડા લઈને ઘેર નૃત્ય રમ્યા હતા તો મહિલાઓએ પણ લુર નૃત્ય કરીને ધુળેટી મનાવી હતી તો ડીસાના માળી સમાજના આગેવાન અને ડીસાના ધારાસભ્ય પણ પોતાના સમાજના મારવાડી વડીલો સાથે ફાગ ગાઈને હાથમાં દંડા લઈને ઘેર નૃત્ય રમ્યા હતા અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખી હતી.


Bank Jobs: આ બેંકમાં નીકળી ઓફિસર માટે બંપર ભરતી, જલ્દી કરો અરજી, મળશે 89 હજાર પગાર


રાજસ્થાન માંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી માળી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચુક્યા છે ત્યારે હાલમાં ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના 50 હજાર જેટલા લોકો વસે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરા ને જાળવી રાખવા છેલ્લા કેટલાય વરસોથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો જલસો રાખતા હોય છે. જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઇ બે ભાગમાં વહેચાઈ એક બીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય છે જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે, મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું કબુલે છે.


આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને સરનામું બદલવા મળે છે આટલી જ વાર મોકો? ભૂલો ના કરતા


અમે આજે મહિલાઓ સામસામે લુર નૃત્ય કરી રહ્યા છીએ પુરુષો પણ ઘેર નૃત્ય કરી રહ્યા છે અમારી આ પરંપરાને અમે જાળવી રાખીએ છીએ જેનાથી સમાજમાં એકતા વધે છે અમને બહુ મજા આવે છે. બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે ,,ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલ આ મારવાડી માળી સમાજ પોતાની ધુળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.