Defamation Case: અમદાવાદની કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ફરી સમન્સ જારી કર્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં AAPની લીગલ ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓને કોર્ટના સમન્સ મળ્યા નથી. કોર્ટે હવે આ મામલે સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPSC 2022 Result: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ


ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ કોર્ટે સમન્સની પ્રથમ સુનાવણી હાથ ધરી હતી. આ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ બે વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા. 


નમસ્તે ઓસ્ટ્રેલિયા! અહીંનું પેરામાટા સ્ટ્રીટ પ્રભાતચોક, હેરિસ પાર્ક હરિશ પાર્ક બન્યુ


કોર્ટે ફરી જારી કરેલા સમન્સમાં માનહાનિના કેસની ફરિયાદની નકલ જોડી છે. કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 7 જૂને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલા વિવાદમાં અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે.


સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત


પીએમની ડિગ્રી સંબંધિત કેસ
ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. 


લવ મેરેજ કરવા હોય તો આ અક્ષરવાળા છોકરા સાથે કરજો, બને છે ખૂબ જ સારા લાઈફ પાર્ટનર


PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.


ગુજરાતમાં સરકારી નોકરીની નવી તક : આચાર્ય પદ માટે કુલ 1900 જગ્યાઓ માટે ભરતી નીકળી


યુનિવર્સિટીના વકીલો હાજર રહ્યા
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત નાયરે જણાવ્યું હતું કે કોર્ટે બંને નેતાઓને પહેલા જ સમન્સ જારી કરી દીધા છે. કોર્ટે આ મામલે ફરી એકવાર બંને નેતાઓને સમન્સ જારી કર્યા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષીની ફરિયાદને સમન્સ સાથે જોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જેથી આ મામલે સુનાવણી થઈ શકે. કોર્ટે આ મામલે સુનાવણી માટે 7 જૂનની તારીખ નક્કી કરી છે. અમદાવાદ કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલાં AAPના ગુજરાત યુનિટ લીગલ સેલના વડા પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, "અમને મીડિયા અહેવાલોથી જાણવા મળ્યું છે કે કોર્ટે સમન્સ જારી કર્યા છે, પરંતુ ન તો અરવિંદ જીને અને ન તો સંજયસિંહને આ મળ્યું છે. દિલ્હીમાં સમન્સ મળ્યા બાદ જ તે કોર્ટમાં હાજર થશે.


રાજનીતિ મુકી અડધી રાત્રે ચપ્પલ પહેરી કેમ ટ્રકમાં લટક્યા રાહુલ ગાંધી? Video Viral થયો


કોર્ટે સમન્સ જારી કર્યા હતા
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશ ચોવટિયાની કોર્ટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી સામે 'કટાક્ષપૂર્ણ' અને 'અપમાનજનક' નિવેદનો બદલ ફોજદારી માનહાનિની ​​ફરિયાદમાં સમન્સ જારી કર્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) હેઠળ તેમની સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ રજૂ થયો હોવાનું ધ્યાને લેતા કોર્ટે બંને નેતાઓને સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ તેમની ટિપ્પણીને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો છે.


Jio લાવ્યો 90 દિવસનો ધુઆંધાર પ્લાન! ધાકડ સ્પીડ સાથે અનલીમીટેડ ઇન્ટરનેટ