Defense Expo 2022 : ગુજરાત યજમાન બનવા તૈયાર , 3 હજાર ડેલિગેટ્સ આવશે, હોટલ રૂમ-કાર બુકિંગ ચાલુ
કોરોનાની ત્રીજી લહેરને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે, આવામાં ગુજરાતના આંગણે મોટી ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગાંધીનગરમાં આગામી 10 થી 13 માર્ચ સુધી ડિફેન્સ એક્સ-પોનું આયોજન કરવામાં આવશે. ડિફેન્સ એક્સ પો-22માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ હાજરી આપે તેવી સંભાવના છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની ત્રીજી લહેરને પગલે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે, આવામાં ગુજરાતના આંગણે મોટી ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગાંધીનગરમાં આગામી 10 થી 13 માર્ચ સુધી ડિફેન્સ એક્સ-પોનું આયોજન કરવામાં આવશે. ડિફેન્સ એક્સ પો-22માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ હાજરી આપે તેવી સંભાવના છે.
3 હજાર જેટલા ડેલિગેટ્સ આવશે
ડિફેન્સ એક્સપો માટે 7 માર્ચથી વિશ્વભરમાંથી ગાંધીનગરમાં ડિલગેટ આવવાના શરૂ થશે. 10 અને 11 માર્ચે બિઝનેસ મિટિંગનું આયોજન કરાશે. 70 દેશમાંથી સંરક્ષણમંત્રી સહિતના ડેલિગેટ ગાંધીનગરમાં પહોંચશે. ત્રણ દિવસ દરમિયાન 3 હજાર જેટલા ડેલિગેટ ગુજરાતમાં આવે તેવી સંભાવના છે. દેશ-વિદેશની 1025 કંપનીઓ એક્સ-પોમાં ભાગ લેવા માટે આતુર છે.
આ પણ વાંચો : ધોરણ-12ના વિદ્યાર્થીને ડિપ્રેશન ઘેરી વળ્યુ, માતાની નજર સામે જ બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી
હોટલ રૂમ અને મહેમાનો માટે કારનુ બુકિંગ શરૂ
ગાંધીનગરમાં યોજનારા એક્સ-પોમાં 1028 કંપનીઓ શસ્ત્ર-પ્રદર્શનમાં ભાગ લેશે. ગાંધીનગરમાં 76 સ્કવેર મીટરમાં વિશાળ શસ્ત્ર-પ્રદર્શન યોજાશે. એકસ-પો માટે સ્ટાર હોટલોમાં 6 હજાર રૂમ બુક કરાયા છે. વિશ્વભરના મહાનુભાવો માટે 800 કારનો પણ ઓર્ડર કરાયો છે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે એક્સ-પો શ્રેષ્ઠ પ્લેટફોર્મ રહેશે. આ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં ગુજરાતમાં મોટું રોકાણ થાય તેવી આશા છે.
ગત વર્ષે કેવડિયામા યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ દ્વારા આ જાહેરાત કરવામા આવી હતી. તેમણે કહ્યુ હતુ કે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧રમાં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી ૨૦૨૨માં તા. ૧૦ થી ૧૩ માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં યોજવામાં આવી હતી. આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કર્યા હતા.