ધોરણ-12ના વિદ્યાર્થીને ડિપ્રેશન ઘેરી વળ્યુ, માતાની નજર સામે જ બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી

ધોરણ 12ની પરીક્ષાની તારીખ આવી રહી છે. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે છે કે, વિદ્યાર્થીઓમા તણાવ તેમના પર એટલો બધો હાવિ થઈ જાય છે કે ન ભરવાનુ પગલુ ભરી બેસે છે. સુરત અને વડોદરામાં ધો 12 ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં એક વિદ્યાર્થીએ માતાની નજર સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. છત પર ચડેલા દીકરાને માતા સાદ પાડીને બોલાવે તે પહેલા જ દીકરો નીચે કુદી ગયો હતો. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ધોરણ-12ના વિદ્યાર્થીને ડિપ્રેશન ઘેરી વળ્યુ, માતાની નજર સામે જ બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી

ચેતન પટેલ/સુરત :ધોરણ 12ની પરીક્ષાની તારીખ આવી રહી છે. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે છે કે, વિદ્યાર્થીઓમા તણાવ તેમના પર એટલો બધો હાવિ થઈ જાય છે કે ન ભરવાનુ પગલુ ભરી બેસે છે. સુરત અને વડોદરામાં ધો 12 ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં એક વિદ્યાર્થીએ માતાની નજર સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. છત પર ચડેલા દીકરાને માતા સાદ પાડીને બોલાવે તે પહેલા જ દીકરો નીચે કુદી ગયો હતો. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માતાએ બૂમ પાડી, પણ દીકરો કોમ્પ્લેક્સથી કૂદી ગયો
સુરતના અડાજણ વિસ્તારમાં રાજહંસ વ્યૂ કોમ્પ્લેક્સ આવેલો છે. આ કોમ્પ્લેક્સમાં શોર્યમન મનીષ અગ્રવાલ નામનો વિદ્યાર્થી ધોરણ 12 ની તૈયારીઓ કરી રહ્યો હતો. પરીક્ષા નજીક હોવાથી લાંબા સમયથી તે તણાવમાં હતો. ત્યારે ગુરુવારના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ તે લિફ્ટમાં બેસીને બિલ્ડીંગના અગાશી પર ગયો હતો. તેને ઉપર જતા જોઈને તેની માતાએ પણ તેની પાછળ દોટ લગાવી હતી. ઉપર આવ્યા બાદ માતાએ જોયુ કે, દીકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. માતાએ તેને બૂમ પાડીને આવુ ન કરવાનુ કહ્યુ હતું. પરંતુ માતા નજીક આવે તે પહેલા જ શોર્યમન ઉપરથી નીચે કૂદી ગયો હતો. આ જોઈને માતા હેબતાઈ ગયા હતા. દીકરો થોડે નજીક હોવા છતા તેઓ તેને બચાવી શક્યા ન હતા. આ જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા, અને શોર્યમનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

વડોદરામાં 12 કોમર્સના વિદ્યાર્થીની આત્મહત્યા
તો બીજી તરફ, વડોદરામાં ધો 12ના વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પ્રિલિમ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ 12 કોર્મર્સના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. બે દિવસમા વડોદરામા વિદ્યાર્થીના આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે. ઈલોરાપાર્કના 12 કોમર્સના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરીક્ષાના ટેન્શનમાં આવીને વિદ્યાર્થીએ આવુ પગલુ ભર્યુ હતું. સવારે પાંચ વાગ્યે માતા તેના રૂમમાં આવી તો પંખા સાથે પુત્રનો મૃતદેહ લટકતો જોઈને ડઘાઈ ગયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news