Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે આવતીકાલે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે. દહેગામ બેઠકથી ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જેના બાદ તેમણે આજે પક્ષને રાજીનામુ ધર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનિ બા રાઠોડે કોંગ્રેસને રામ રામ કર્યાં છે. કામિની બા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યુ છે. હવે તેઓ આવતીકાલે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે હાલમાં જ કામીનીબા રાઠોડે કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકિટના સોદા થયા આક્ષેપ કર્યા હતા. તે બાદ હવે તેમણે રાજીનામું આપતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 



દહેગામથી ટિકિટ ના મળતાં થયા હતા નારાજ
કોંગ્રેસે ટિકિટ ના આપતાં કામિની બાર રાઠેડે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે આજે જ અપક્ષ ઉમેદવારી માટેનું ફોર્મ પરત ખેંચ્યું હતું. સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતં. કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી. જોકે, અપક્ષ ઉમેદવારી પરત ખેંચ્યા બાદ તેમણે તાત્કાલિક કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનુ મન બનાવ્યુ હતું.


ઉલ્લેખનીય છે કે, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડનો તાજેતરમાં જ એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ રૂપિયાના જોરે મળતી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ઓડિયોમા ભાવિન નામના શખ્સ ટિકિટ માટે રૂપિયાની વાતચીત કરી હતી. જેમાં 70 લાખ અને 50 લાખ જેટલી રકમનો પણ ઓડિયોમા ઉલ્લેખ કરાયો હતો.