ગૌરવ પટેલ/અમદાવાદ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. કેજરીવાલે આજે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. સાથે જ AAPમાં જોડાનાર નેતાઓ અને કાર્યકરોને આવકાર્યા હતા. ત્યારે કાર્યક્રમમાં તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી કે, ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે સંબોધનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિશે કહ્યું કે, ગુજરાતમાં ચારેતરફ ભ્રષ્ટ્રાચાર છે. કોઇ પણ કામ કરાવવું હોય તો રૂપિયા આપવા પડે છે. નીચેથી લઇ ઉપર સુધી ભ્રષ્ટ્રાચાર છે. એમના વિશે કંઇ બોલો તો તેઓ ધમકાવવા પહોંચી જાય છે. તેથી અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આપની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહિ કરે. જો કોઇ કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ મોકલ્યો નથી. 


આ પણ વાંચો : હવે દુનિયામાં ભારતનો સિક્કો પડશે, આખી દુનિયાને ચીપ સપ્લાય કરશે, વેદાંતા ગ્રૂપે પ્લાન્ટ નાંખવા કર્યાં કરોડોના MoU


આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, સરકારના એક-એક પૈસાનો ઉપયોગ અમે પ્રજા માટે કરીશું. ગુજરાતના રૂપિયા સ્વીસ બેંકમાં નહી જાય. સરકારના પ્રજાના રૂપિયાનો ઉપયોગ ઉદ્યોગપતિઓ માટે નહી થાય. એવી વ્યવસ્થા ઉભી કરીશું કે કોઇએ સરકારી ઓફિસ નહી જવું પડે. અધિકારી તમારા ઘરે આવશે અને તમારું કામ થશે. દિલ્હી અને પંજાબમાં જે લાગુ પાડ્યું એ ગુજરાતમાં કરીશું. ગુજરાતમાં ચાલતા કાળા કામ બંધ કરવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓના કાળા ધંધા બંધ કરીશું. 10 વર્ષમાં જેટલા પેપર ફૂટ્યા છે તમામના માસ્ટર માઇન્ડ અને સરકારમાં બેઠેલા મળતીયાઓને જેલમાં નાંખીશું. વર્તમાન સરકારમાં જેટલા કૌભાંડ થયા તે તમામની તપાસ થશે અને તમામ પાસેથી રૂપિયા રીકવર કરવામાં આવશે.


આ પણ વાંચો : નવી ચણિયાચોળી ખરીદવાના હોય તો આ વાંચી લેજો, કારણ કે નવરાત્રિના નોરતા બગાડશે ચોમાસું


તો ગઈકાલે સુરક્ષાના કારણોસર દિલ્હીના CM કેજરીવાલને રીક્ષામાં જતા અટકાવાયા હતા. ત્યારે આ મુદ્દે કેજરીવાલે જણાવ્યું કે, આ ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપ જઇ રહી છે અને આમ આદમી આવી રહી છે. પોલીસ મને સુરક્ષા નહોતી આપતી. તેમનો ઇરાદો મને સુરક્ષા આપવાનો ન હતો. પરંતું મને પ્રજા વચ્ચે જતા અટકાવવાનો હતો. શુ કોઇ મુખ્યમંત્રી રીક્ષામાં ન જઇ શકે? પોલીસ મને રીક્ષામાં સુરક્ષા ન આપી શકે. 


ઉલ્લેખનીય છે કે, સાંજે સફાઈ કર્મચારી સાથેના ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. ટાઉનહોલ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.