હવે દુનિયામાં ભારતનો સિક્કો પડશે, આખી દુનિયાને ચીપ સપ્લાય કરશે, વેદાંતા ગ્રૂપે પ્લાન્ટ નાંખવા કર્યાં કરોડોના MoU
Vedanta Group: ચીન અને તાઈવાન વોર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચીપની માંગ સામે પુરવઠો નથી. આ કારણે ચીપ અને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝ પર ખરાબ અસર પડી છે. ત્યારે જ જલ્દી જ તેની આપૂર્તિ થશે, ભારત હવે આ મામલે આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે. વેદાંત ગ્રુપે ગુજરાતમાં આ માટે 1.60 લાખ કરોડનું રોકાણ કર્યું છે
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :વેદાંતા ગ્રૂપ ગુજરાતમાં 1.60 લાખ કરોડનું રોકાણ કરવા માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં MoU કર્યાં છે. વેદાંતા ગ્રૂપ હવે ગુજરાતમાં મોબાઇલ ફોન અને અન્ય ચીજોની ડિસ્પ્લે માટે સેમી કંડક્ટર ચીપ બનાવશે. આ માટે વેદાંતા ગ્રૂપના અધ્યક્ષ અનિલ અગ્રવાલે ગત સપ્તાહે જ આ અંગે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને આજે ગુજરાતમા તેના કરાર થયા છે.
છેલ્લા કેટલાક સમયથી ચીનની અછતથી ઓટો અને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર પડી છે. ત્યારે જલ્દી આ સ્થિતિ બદલાઈ જશે, ભારત આ મામલે હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યુઁ છે. દિગ્ગજ માઈનિંગ કંપની વેદાંતાએ ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે આજે એમઓયુ કર્યાં છે.
ચીપ બનાવવા માટે વેદાંતાએ તાઈવાનની દિગ્ગજ કંપની ફોક્સકોનની સાથે 2 હજાર કરોડ ડોલરનું જોઈન્ટ વેન્ચર શરૂ કર્યું છે, જે અંતર્ગત પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવામા આશે. આ મેગા પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર, તેલાંગાના અને કર્ણાટક પણ રેસમાંહ તા, પરંતું અંતે ગુજરાતના નામ પર મહોર લાગી હતી.
સેમીકંડક્ટર ઈન્ડસ્ટ્રીઝમાં તેજી
ભારતનું સેમીકંડક્ટર માર્કેટ વર્ષ 2026 સુધી 6300 કરોડ ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. વર્ષ 2020 માં તે અંદાજે 1500 કરોડ ડોલરનું હતું. હાલ મોટાભાગના દેશો ચીપના સપ્લાય માટે તાઈવાન જેવા કેટલાક દેશો પર નિર્ભર છે. જોકે, ગુજરાતમા થયેલા કરારથી સ્થિતિ બદલાઈ જશે. ભારત આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં વેદાંતા ગ્રૂપે ચીપ બનાવવાનો વિચાર કર્યો હતો અને ફોક્સકોન સાથે કરાર કર્યા હતા.
1 લાખ રોજગારી ઉભી થશે
આ કરાર બાદ વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે, બે દિવસથી લંડનમાં હલચલ છે કે આટલું મોટું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. તેનાથી સીધી 1 લાખ રોજગારી ઊભી થશે. સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબના ઉત્પાદનનું હબ તાઈવાન છે. હાલ તાઈવાન અને ભારત અત્યારે ચીન સામે લડી રહ્યા છે. આ વચ્ચે પહેલીવાર સેમી કંડક્ટર ચીપ અને ગ્લાસ ફેબ ભારત અને એ પણ ગુજરાતમાં બનશે. અત્યારે માત્ર 3 કંપનીઓ આ ઉત્પાદન કરે છે, જેમાંની એક અહીં આવી છે. અમને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક સરકાર તરફથી પણ આમંત્રણ હતું. અમારી સ્વતંત્ર ટીમે સમગ્ર પ્રક્રિયા માટે તપાસ કરી અને ત્યારબાદ ગુજરાતની પસંદગી થઈ છે. 96% ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો આપણે આયાત કરીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે