દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ પોરબંદરની મુલાકાતે, મફત વીજળી મુદ્દે જાણો શું કહ્યું
ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ફ્રી રેવડી તેમજ શ્રીલંકાના નિવેદનો આપ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે નેતાઓ ૩-૪ હજાર યુનિટ વીજળી મફત મળે છે
પોરબંદર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓચિંતા પોરબંદરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા. ગીર સોમનાથના કાર્યક્રમને લઈને અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ફ્લાઇટ વડે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગુજરાત આપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદર એરપોર્ટ પરથી કેજરીવાલ બાય રોડ સોમનાથ જવા રવાના થયા હતા. પોરબંદર એરપોર્ટ પરથી સોમનાથ જતા પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતુ કે આવતી કાલે સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજકોટ ખાતે વેપારીઓ સાથે મુલાકાત કરશે.
આ સાથે જ ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળીની જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા ફ્રી રેવડી તેમજ શ્રીલંકાના નિવેદનો આપ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે નેતાઓ ૩-૪ હજાર યુનિટ વીજળી મફત મળે છે. ત્યારે ભાજપના નેતાઓને કોઇ વાંધો નથી પરંતુ પ્રજાને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવાની અમે વાત કરીએ તો તેઓને મરચા લાગે છે.
મંકીપોક્સના ભય વચ્ચે કોરોનાથી સાવધાન! અમદાવાદ સહિત આ શહેરમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં આજે દારુના કારણે થયેલા મોત મામલે પણ કેજરીવાલે પ્રહારો કરતા જણાવ્યું હતુ કે રાજ્યમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યારે આ રીતે દારૂ વેચાય છે. તેની પાછળ રાજકીય ઓથ હોવાના આક્ષેપ કર્યા હતા અને રાજકીય રક્ષણ વિના આ શક્ય જ ન હોવાનું જણાવી આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ તેમ મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube