Gujarat Politics : ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, આ વચ્ચે ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક લાગી છે. આ પાછળ શું રાજકારણ છે તે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ 2 સંગઠન પ્રમુખ બનશે. 50 થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે. 


9થી12 સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે 15મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. 


ભયાનક આગાહી! ડિસેમ્બરની આ તારીખે આવશે મોટું સંકટ, વાવાઝોડું અને કાતિલ ઠંડી એકસાથે ત્રાટકશે


ભાજપે નક્કી કરી ઉંમર મર્યાદા
ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય તે પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે 40 વર્ષથી વધુ ઉંમરના કોઈ નેતા તાલુકા પ્રમુખ અને 60 વર્ષથી મોટી ઉંમરના નેતાજિલ્લા પ્રમુખ બની શકશે નહીં.


જે પણ થશે એ ઉત્તરાયણ બાદ થશે
પ્રાપ્ત માહિતી અનુસાર, ભલે સીઆર પાટીલે પોતાની વિદાયના સંકેત આપ્યા હોય, પરંતુ કમુરતા બાદ જ નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સીઆર પાટીલ જ સુકાન સંભાળશે. આવતીકાલની કમલમની બેઠકમાં નવા સંગઠન માટેની તૈયારીઓ અને ચર્ચા વિચારણા કરવામાં આવશે. પરંતું ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી હાલ પૂરતી સ્થગિત રખાઈ છે. આવતીકાલની બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામ અંગે પણ કોઈ ચર્ચા નહિ થાય. જે પણ થશે તે ઉત્તરાયણ બાદ જ થશે.


જૂનાગઢ-વેરાવળ હાઇવે રક્તરંજિત બન્યો, બે કારની ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યાં મોત