Surat hit and run case : સુરતમાં દિલ્હી જેવો ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગત 18 તારીખના રોજ બારડોલી કડોદરા રાજ્ય ધોરી માર્ગ પર અકસ્માત ની ઘટના બની હતી. બારડોલી થી સુરત જઈ રહેલા દંપતી સાગર પાટીલ અને અશ્વિની પાટીલને એક અજાણ્યા કાર ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલા બેભાન થઈ ગઈ હતી. જેથી સ્થાનિકોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પરંતું મહિલાએ ભાનમાં આવતા પોતાના પતિની શોધખોળ હાથ ધરી હતી. અકસ્માત બાદ પતિ સાગર પાટીલ ગાયબ હતો. આ સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. જ્યાં કડોદરા પોલીસ ગુમ થયેલા સાગર પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બે દિવસ બાદ સાગરનો મૃતદેહ મળી આવતા ચોંકાવનારો ખુલાસો થયો. સામે આવ્યું કે, ટક્કર બાદ કાર ચાલક યુવકને 12 કિમી ઢસડીને લઈ ગયો હતો. યુવકને 12 કિ.મી. ઢસડનાર લકઝુરિયર્સ કારનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ અકસ્માત ની ઘટના ના દિવસે અકસ્માત સર્જાયાના એક કલાક બાદ કામરેજ પોલીસ મથકને કામરેજના કોસમાડા ગામના પાટિયા પાસે રોડ પર એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. કામરેજ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહ કોનો છે અને શું ઘટના બની છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે મૃતદેહનો કોઈ વાલીવારસ નહિ મળતા કામરેજ પોલીસે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં ખસેડાયો હતો. 


આ પણ વાંચો : 


અમદાવાદ એરપોર્ટ પર પાટીલ સાથે મોટી દુર્ઘટના ટળી, પ્લેનને સુરક્ષિત લેન્ડિંગ કરાયું


તો બીજી તરફ, અકસ્માતની ઘટનાથી કામરેજ પોલીસ અજાણ હતી અને મૃતદેહ મળી આવ્યો તેનાથી કડોદરા પોલીસ અજાણ હતી. જોકે કડોદરા પોલીસે સાગર પાટીલ ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ આખા જિલ્લામાં ફોટા અને અકસ્માતની વિગત સર્ક્યુલેટ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.


આખી ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું કે, અજાણ્યા વાહન ચાલકે દંપતીને અડફેટે લીધા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે અકસ્માત બાદ રોડ પર પટકાયેલા દંપતી પૈકી મહિલા બેભાન થઈ ત્યાં જ રોડ પર રહી ગઈ હતી. જ્યારે કે, યુવક વાહનમાં અટવાઈ જઈ કોસમાડા પાટિયા સુધી ઘસડાઈ કાર સાથે ગયો હતો. જોકે અકસ્માતનું સ્થળ અને જ્યાંથી મૃતદેહ મળી આવ્યા તે સ્થળ વચ્ચેનું અંતર 12 કિલોમીટર જેટલું થાય છે અને વચ્ચે કડોદરા ચાર રસ્તા જેવો ભરચક વિસ્તાર પણ આવે છે. છતાં વાહન નીચે લટકતી લાશ કોઈને દેખાઈ કેમ નહિ તે સવાલ છે.


સીસીટીવી તેમજ બાતમીદારો થકી હાલ પોલીસે લક્ઝુરિયસ કારની તેમજ આરોપીની ઓળખ કરી લીધી છે અને આરોપી પોલીસથી હાથ વેંત દૂર હોવાનું જાણવા મળ્યું છે.


આ પણ વાંચો : સ્થાપત્યોમાં કવિતા સર્જનારા વિખ્યાત આર્કિટેક્ટ બી.વી. દોશીની વિદાય