ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના બે મહિલા કોર્પોરેટરોએ આવાસ યોજનાના ડ્રોમાં ગેરરીતિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની તપાસ કમિટીએ તપાસ કરતા બન્ને મહિલા કોર્પોરેટરોના પતિને ઘરનું ઘર હોવા છતાં લાગતા વળગતા અને સાગા સબંધીઓ માટે 23 જેટલા આવાસના ક્વાર્ટર લીધા હોવાનું સામે આવ્યું છે. જોકે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર આપી BPMC એક્ટ હેઠળ બન્ને મહિલા કોર્પોરેટરોની તાત્કાલિક અસર થી ડિસ્ક્વોલિફાઇડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બન્ને કોર્પોરેટરોને કેમ સસ્પેન્ડ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ મોકલી છે અને પ્રદેશ ભાજપનો કાર્યવાહી કઈ રીતે કરવી તેનો અભિપ્રાય માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ


ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. પરંતુ ભાજપના જ કેટલાક લોકો ગરીબોના ઘરના ઘર આપવાને બદલે છીનવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવાભાઈ ગોલતર અને વોર્ડ નં 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ પર આવાસ યોજનામાં કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા હતા. જોકે આ બન્ને કોર્પોરેટરના પતિએ બુદ્ધિનો ઉપયોગ કરી આવાસ ક્વાર્ટર સાગા સબંધીઓના નામે કરાવ્યા હતા. RMC દ્વારા કરવામાં આવેલા ડ્રોમાં 20 જેટલા આવાસ ક્વાર્ટરમાં તેમના સાગા-સબંધીઓને ક્વાર્ટર લાગ્યા હતા. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે RMCએ આવાસ યોજનાના લાભાર્થીઓનું લિસ્ટ વેબસાઈટ પર અપલોડ કર્યું. 


લોન્ચ થતા જ માર્કેટમાં આ કારે મચાવી ધૂમ, નવી Creta ની કિંમત જાણી લેવા પડાપડી


જોકે બન્ને કોર્પોરેટરોના પતિઓએ ડીમોલેશનમાં ગયેલા મકાનના બદલામાં આ આવાસના ફ્લેટ લાગ્યા હોવાનો બચાવ કર્યો હતો. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મોટી કાર્યવાહી કરી હતી અને બન્ને કોર્પોરેટરો અને તેના પતિને તપાસ ચાલુ રહે ત્યાં સુધી કોર્પોરેશનમાં પ્રવેશ ન કરવા સૂચના અને દેવુબેન જાદવ પાસે રહેલું કાયદો અને નિયમન સમિતિનું ચેરમેન પદ છીનવી લેવામાં આવ્યું હતું. આ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ અધિકારીઓની તપાસ કમિટી નિમણુંક કરવામાં આવી હતી જેની તપાસ આજે પૂર્ણ થતાં મ્યુનિસિપલ કમિશ્નરને રોપોર્ટ કરશે. 


Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ


આવાસ યોજનાના ક્વાર્ટરના ડ્રોમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પણ મેદાને આવી હતી. આજે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન આપી રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસ નેતા મહેશ રાજપુતે કહ્યું હતું કે, કોર્પોરેટરોના પતિ સામે ચાલતી તપાસમાં આવાસ યોજનાના અધિકારી અલ્પના મિત્રા પણ કમિટીમાં સભ્ય છે. જેની આવાસ યોજનાની જવાબદારી છે જેના પર પણ આરોપ છે તે ગેરરીતિની કઈ રીતે તપાસ કરી શકે. સાથે જ BPMC એક્ટ મુજબ બન્ને કોર્પોરેટરોને ડિસ્ક્વોલિફાઇડ ગણવા માંગ કરી હતી. બીજી તરફ આવાસ યોજનામાં કોર્પોરેટરોના પતિએ ગેરરીતિ અચરી હોવાની અણસાર ભાજપને આવતા જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ 48 કલાકમાં તમને કેમ સસ્પેન્ડ ન કરવા તે અંગે કારણદર્શક નોટિસ ફટકારી છે. પ્રદેશ ભાજપની સૂચના મુજબ કડક પગલાં લેવાની ખાત્રી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આપી હતી. 


આગામી 294 દિવસ આ રાશિવાળા પર શનિદેવના રહેશે આશીર્વાદ, ધન-સંપત્તિ વધશે


તપાસ કમિટીના રિપોર્ટમાં 23 લાભાર્થીઓને પોતાનું ઘરનું ઘર હોવા છતાં આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આવાસ યોજનાના ડ્રોમાં તેમને ફ્લેટ ફાળવી પણ દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે આખો મામલો સામે આવતા હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ડોમેઇનમાંથી આવાસ યોજનાના ડ્રોની યાદી દૂર કરવામાં આવી છે અને 23 લોકોને જે આવાસ ફાળવવામાં આવ્યા હતા તે રદ્દ કરી દેવામાં આવ્યા છે. ભાજપના જે બન્ને મહિલા કોર્પોરેટરોને ડિસ્ક્વોલિફાઇડ કરવા સુધીના પગલાં તોળાઈ રહ્યા છે. હવે સરકારમાંથી શું સૂચના મળે છે અને શહેર ભાજપ કઈ રીતે નિર્ણય કરે છે તે જોવું રહ્યું.


બદલાઈ રહ્યો છે ખેતીની જમીનના ખરીદ-વેચાણનો કાયદો, જાણો કોને થશે મોટો લાભ