ચેતન પટેલ/સુરત: શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો મુદ્દો જાગ્યો છે. દહેજપેટે રૂપિયા 40 હજાર નહિ આપતા એક પરિણિતાને રાત્રે 3 વાગ્યે જાહેરમા તેના પતિએ ત્રણ વાર તલાક બોલીને તલાક આપી દીધા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પિડિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વેડરોડ ભરીમાતા પાસે આવેલી રિવર્વ્યુ સોસાયટીમા રહેતી યાસ્મિન શેખના લગ્ન ચાર વર્ષ અગાઉ ચોકબજાર વિસ્તારમા રહેતા અકરમ શેખ સાથે થયા હતા. અકરમ કલરકામ કરતો હતો. આઠમી જુલાઇના રોજ અકરમ સાપુતારાથી ફરીને આવ્યો હતો અને બાદમા રૂપિયા 40 હજાર દહેજ પેટે યાસ્મિન પાસે માંગણી કરી હતી. જો કે યાસ્મિનના પરિવારજનોએ દહેજની રકમ આપવાનીના પાડી દીધી હતી.


સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડશે: જે.પી નડ્ડા


જેથી અકરમે તેનો પિત્તો ગુમાવ્યો હતો. રાત્રિના ત્રણ વાગ્યાના અરસામા અકરમે જાહેરમા યાસ્મિનને ત્રણ વાર તલાક બોલી તલાક આપી દીધા હતા. આટલુ ઓછુ હોય તેમ અકરમની માતા યાસ્મિનને રાત્રે જ રિક્ષામા બેસાડી તેના ઘરે મુકી આવી હતી.


જુઓ Live TV:- 



આ ઘટનામા પિડિતાના પરિવારજનોએ ચોકબજાર પોલીસ મથકમા અકરમ તથા તેના માતા-પિતા વિરુધ્ધ દહેજ માંગણીનો ગુનો નોંધાવ્યો હતો. આ સાથે જ પિડિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે ફરિયાદ કરી તેના પતિને કડકમા કડક સજા થાય તથા તેના ભરણપોષણ અંગે ખર્ચો ચુકવવામા આવે તેવી માંગણી પણ કરશે.