close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડશે: જે.પી નડ્ડા

ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય પ્રવાસે છે. તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Kuldip Barot - | Updated: Jul 19, 2019, 04:20 PM IST
સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડશે: જે.પી નડ્ડા

અમદાવાદ: ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય પ્રવાસે છે. તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. 

ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે, ગુજરાતની ધરતી દુનિયા અને દેશને સંદેશ આપનારી ધરતી છે, આ ધરતી બાપુની ધરતી, સરદાર પટેલની ધરતી અને વડાપ્રાધાન નરેન્દ્ર મોદીની ધરતી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં 50 ટકા કરતા પણ વધારે મત મળ્યા છે. અમિત શાહની સંગઢન એકત્ર કરવાની તાકાતને કારણે ભારતમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વિજય આપાવ્યો હતો. માટે જ આજે ભારતીય જનતા પાર્ટી માત્ર ભારતની જ નહિ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે.

ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત સોમવારે રાજભવનમાં ગ્રહણ કરશે શપથ

ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા સદસ્યતા અભ્યાન અંગે વાત કરતા નડ્ડાએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે, કે ભારતીય જનતા પાર્ટી સભ્યપદ અભિયાનમાં પોતાનો જ રેકોર્ટ તોડશે. અને ભારતીય જનતા પાર્ટી ભારતને કોંગ્રેસ મુક્ત ભારત બનાવશે. માટે સરકાર અને સંગઠનમાં હજી વધારે કામ કરવાનું છે. ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવીશું ત્યારે એક એક કાર્યકર્તાએ ગાંધીની જીવન શૈલી લોકો સુધી પહોંચાડવામાં આવશે. સ્વચ્છતા ગાંધીને ગમતી હતી અને મોદીએ દેશમાં સ્વચ્છતાને એક આંદોલન બનાવી દીધું છે.

ફાયર સેફટીના સાધનો ના અભાવે ફાયર વિભાગે 2 હોસ્પિટલ કરી સીલ

જુઓ Live TV:- 

નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, દેશમાં જળસંચય, ઉજ્જવલ યોજના, જેવી અનેક યોજનાઓ વડાપ્રધાન મોદીએ ચાલુ કરી છે. આ પ્રાર્ટી ગુજરાતમાં સૌથી વધારે લોકો ભાજપમાં જોડાય તેવું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારુ સ્વાગત કરવા માટે આવ્યા તે માટે તમામનો આભાર માન્યો હતો.