માંગલિક અને શુભ કાર્યો શરૂ થતાં ફૂલોની માંગ વધી! વેલેન્ટાઈન વીકને લઈને પણ ભાવમાં જબરો ઉછાળો!
લગ્ન પ્રસંગે લોકો વિવિધ હાર માટે માળી ને ઓર્ડર આપતા હોય છે.ત્યારે ફુલબજારમાં હાલ તેજી જોવા મળી રહી છે.સાવરકુંડલા મા ફૂલોની ખેતી કરતા અને ફૂલ, હારની દુકાન ધરાવતા વેપારીઓ લગ્નની સીઝનમાં સારી કમાણી કરી રહ્યા છે.
કેતન બગડા/અમરેલી: લગ્નની સિઝન આવતાજ ફૂલોની માગ વધી જાય છે. લગ્ન પ્રસંગે લોકો અવનવા ફૂલોના હાર, ગજરા, બુકે તેમજ કાર શણગારવામાં વિવિધ ફૂલોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે કોરોના કાળના સમય બાદ આજે બે વર્ષ પછી બજારમાં લગ્ન પ્રસંગે ફૂલોની માંગ વધી છે.
આ વૃક્ષની ખેતીથી થાય છે કરોડોની કમાણી, એક એકરમાં વાવેતર કરો તમારા બાળકો કમાણી ખાશે!
હાલ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી છે.ત્યારે બજારમાં ફૂલોની માંગ પણ વધી છે.લગ્ન પ્રસંગે લોકો વિવિધ હાર માટે માળી ને ઓર્ડર આપતા હોય છે.ત્યારે ફુલબજારમાં હાલ તેજી જોવા મળી રહી છે.સાવરકુંડલા મા ફૂલોની ખેતી કરતા અને ફૂલ, હારની દુકાન ધરાવતા વેપારીઓ લગ્નની સીઝનમાં સારી કમાણી કરી રહ્યા છે. હાલ બજારમાં ગુલાબ, ગલગોટા, મોગરો, ઝરબેરા, સફેદ લીલી, ગુલાબી લીલી તેમજ વિવિધ ફૂલોની માગ બજારમાં વધી છે. લગ્નની સિઝન ચાલતી હોવાથી લોકો ફુલનો હાર, ગજરો, કાર ડેકોરેશન તેમજ રૂમના શણગાર માટે વિવિધ ફૂલો ફૂલ બજારમાંથી લોકો લઈ હતા હોય છે.
શહેરના કેટલાક વિસ્તારમાં ધીમે ધારે વરસાદ, ઈસનપુરના સમુહલગ્નોત્સવમાં માહોલ બગડ્યો!
લાંબા સમય બાદ અમરેલી જિલ્લાની બજારોમાં લગ્ન ગાળાને લઈને ફૂલોની માગ વધી છે. બજારમાં અવનવા ફૂલો આવતા હોવાથી લોકો વિવિધ ફૂલોના શણગાર માટે ખરીદી કરી રહ્યાં છે. હાલ લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી ફૂલોના વેપારીઓ રાત્રે મોડે સુધી ઓર્ડરના કામ કરી રહ્યા છે. પહેલા ફૂલોના વેપારીઓ પોતાની વાડીઓમાં ફૂલોની ખેતી કરતા અને ત્યાંથી ફૂલો લાવીને લોકોના ઓર્ડર પ્રમાણે હાર, ગજરા તેમજ રૂમના શણગાર માટે અને કારના શણગાર માટે ફૂલો લાવતા પરંતુ બજારમાં વિવિધ ફૂલોની માગ વધતા ફૂલોના વેપારીઓ નાસિક, મુંબઈ અને અમદાવાદથી વિવિધ ફૂલો મંગાવીને લોકોના ઓર્ડર પ્રમાણે કામ કરી રહ્યા છે, ત્યારે હાલ લગ્નની સિઝન સારી હોવાથી ફૂલોના વેપારીઓને વેપાર પણ સારો થાય છે.
ભારે પડી આ એક ભૂલ અને તૂટી ગયું ભાઈનું લિંગ! બેડ પર 'બાદશાહ' બનતા આ ઘટના જાણી લો...
અમરેલી જિલ્લાના ફૂલ બજારમાં સારી ઘરાકી જોવા મળી રહી છે. લગ્નની સિઝન શરૂ હોવાથી લોકો અવનવા હાર ગુજરાત એમ જ વિવિધ શણગાર માટે ફૂલ બજારમાંથી ફૂલો લઈ જાય છે, ત્યારે આ વર્ષે લગ્નગાળો સારો હોવાથી ફુલના વેપારીઓને વેપાર પણ સારો થાય છે અને આ વેપારથી ફૂલના વેપારીઓ પણ ખૂબ જ ખુશ છે.