અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ શહેરની શાળાઓને લગતી સમસ્યાના નિરાકરણ માટે DEO દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેર DEO એ વાલી અને વિદ્યાર્થીઓ માટે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. હવેથી વોટ્સએપ હેલ્પલાઈન નંબર 9909922648 પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સમસ્યા અને રજૂઆત કરી શકશે. વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા અને રજૂઆત, શાળાને લગતા પ્રશ્નો અને તેનું નિરાકરણ આ વોટ્સએપ મેસેજથી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાટકેશ્વર બ્રિજમાં મુદ્દે વિપક્ષનો હોબાળો, મ્યુનિ.કમિશ્નરની ચેમ્બર બહાર જ 'ભવાઈ'!


DEO રોહિત ચૌધરીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં ઓફીસ નંબર ઉપરાંત અમે સારથી હેલ્પલાઈન વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. વિદ્યાર્થીને પરીક્ષા લગતી કોઈ સાયકોલોજીકલ સમસ્યા છે તો તેનું નિરાકરણ આપવામાં આવશે. વિદ્યાર્થીને કોઈ માર્ગદર્શન લેવું હોય કે કોઈ મુશ્કેલી હોય તો તે માટે વિષય વસ્તુના તજજ્ઞો, નિષ્ણાતોના માધ્યમથી માહિતી મળશે.


1400 કિલો ચાંદીની લૂંટ:'ધૂમ' માં સ્ટંટની ઓફર ના ગમી તો કંજર ગેંગે કરોડોની ચાંદી લૂંટ


આરટીઈના વિદ્યાર્થીઓને લગતી અથવા શિષ્યવૃત્તિને લગતી સમસ્યા અમારા સુધી મોકલી શકાશે. વાલીઓને DEO કચેરી સુધી લાંબા ન થવું પડે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 


Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો