હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, મ્યુનિસિપલ કમિશ્નરની ચેમ્બર બહાર જ 'ભવાઈ'!

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે, જેમા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે.

હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો, મ્યુનિસિપલ કમિશ્નરની ચેમ્બર બહાર જ 'ભવાઈ'!

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ વિવાદને લઈને કોંગ્રેસ આકરા પાણીએ છે. મ્યુનિસિપલ કોપોરેશન ખાતે વિપક્ષનો આશ્ચર્યજનક વિરોધ  કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વિપક્ષના કાર્યકરોએ એકત્રિત થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્યકચેરીએ હલ્લાબોલ કર્યું. એટલું જ નહીં તેમણે મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસની ઘેરેબંધી કરીને ભારે સૂત્રોચ્ચાર કર્યાં. વિપક્ષના કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશ્નરની ચેમ્બરની વોલ પર અને તેના મેઈન ગેઈટની બહાર જ સૂત્રોચ્ચાર કરીને ત્યાં વિરોધ પ્રદર્શિત કરતા પોસ્ટર ચોંટાડી દીધાં.

વિપક્ષી નેતાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર ઓફિસ આગળ દેખાવો કરવામાં આવ્યાં. વિવિધ પોસ્ટર બેનર દર્શાવી કર્યો વિરોધ. સમગ્ર મામલે જવાબદાર ખાનગી એજન્સીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. કોન્ટ્રક્ટર અજય એન્જીનીયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બ્રિજ ડિઝાઇન બનાવનાર ડેલ્ફ એજન્સી સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી.

અધિકારી હિતેશ કોન્ટ્રાકટરને સસ્પેન્ડ કરવાની માંગ કરતા પોસ્ટરો વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસ બહાર લગાવવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિપક્ષે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે. અમદાવાદ મનપાના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યુંકે, સમગ્ર બ્રિજ મામલે મોટું કૌભાંડ થયું છે. આ કૌભાંડમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલિભગત છે. સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ તપાસ થવી જોઈએ. પ્રજાના ટેક્સના રૂપિયા આ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ખાઈ જાય છે. 

ઉલ્લેખનીય છેકે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. હાટકેશ્વર બ્રિજ ગત ચોમાસામાં પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જેથી પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રિજને ફરીથી તળ તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 90 લાખનો ખર્ચે આ બ્રીજના તળને બનાવવા પાછળ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રીજ ઉપર રોડ તૂટી ગયો હતો. 

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે, જેમા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે, ત્યારે આગામી સમયમાં શું ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશન કોન્ટ્રાક્ટર સામે તપાસ કરશે. નોંધનીય છેકે અગાઉ નવેમ્બર 2021 પછી 2022ના જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં ગાબડા પડવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ઝી 24 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને પુછ્યુ તો તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે બ્રિજની ડિઝાઇનમાં ખામી હતી. બ્રિજના સેમ્પલ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરીશું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news