વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય, રાજ્યના કોઇ પણ આરટીઓમાં થશે લાઇસન્સ રિન્યુ
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે રાજ્યના કોઇ પણ આરટીઓ કચેરીમાં ડ્રાયવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. જેથી એક જિલ્લામાંથી રોજગારી માટે બીજા જિલ્લામાં વસવાટ કરતા અને નોકરી ધંધો કરતા લોકોને મોટી રાહત મળશે.
બ્રિજેશ દોશી/અમદાવાદ : રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે રાજ્યના કોઇ પણ આરટીઓ કચેરીમાં ડ્રાયવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકાશે. જેથી એક જિલ્લામાંથી રોજગારી માટે બીજા જિલ્લામાં વસવાટ કરતા અને નોકરી ધંધો કરતા લોકોને મોટી રાહત મળશે.
નાગરિકોને રાજ્યના અલગ અલગ શહેરોમાં નોકરી ધંધો હોવાથી હવે નજીકના આરટીઓમાં જ લાયસંસ રિન્યુ કરાવી શકાશે. આ પરિપત્ર અનુરૂપ એક જિલ્લામાથી બીજા જિલ્લામાં વસવાટ કરતા લોકો જે તે જિલ્લાના આરટીઓમાંથી પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરાવી શકશે. રાજ્ય સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળશે.
અમૂલે કિલો ફેટદીઠ દૂધના ભાવમાં આપ્યો 10 રૂપિયાનો વધારો, પશુપાલકોમાં ખુશી
ગુજરાતમાં રહેતા લોકો માટે રાજ્ય સરકાર દ્વાર વધુ એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. જે લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નોકરી, વ્યવસાય કે રોજગારી મેળવા જતા હોય છે. જે લોકોનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયુ હોય તો તે લોકો ગુજરાતના કોઇપણ જિલ્લાના આરટીઓમાં તેનું લાઇસન્સ રીન્યું કરાવી શકશે.