હિતલ પારેખ/ગાંધીનગર :માણસા તાલુકાના ઇટાદરા ગામે સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાંતિલાલ પટેલ પ્રિ-પ્રાઇમરી ઇંગ્લીશ મીડિયમનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેજ પરથી નીતિન પટેલે (Nitin Patel) એવા નિવેદનો આપ્યા કે ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા. તેમણે માણસાના પાયલી સમાજ અને રૂપિયો સમાજ વિશે વાત કરી હતી. સાથે જ મસ્તી કરતા કહ્યુ હતું કે, આ તો બધાને થોડી ગમ્મત કરાવું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : અમદાવાદમાં હચમચાવી દે તેવું કૃત્ય : માતા-કાકાને મોતને ઘાટ ઉતારી યુવક બે દિવસ લાશ પાસે બેસી રહ્યો


તેમણે સંબોધનમાં કહ્યુ કે, આપણી બે વાડીઓ અહી છે. પાયલી સમાજ અને રુપીયો સમાજ અમારા બે સમાજ છે. આખા ગુજરાતમાં બધાને ખબર છે. મોદી સાહેબને બધાની ખબર છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેશુબાપા અને નરેન્દ્રભાઇ પણ પૂછતા હતા કે પાયલીવાળા કે રૂપિયાવાળા. એટલી બધી ખેંચાખેચ હતી હવે તમે સવા રૂપિયો કરી દીધો છે. તેથી મને આનંદ થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં શ્રી સવા કહીએ એટલે શુભ શરૂઆત કહેવાય. વેપારી ચોપડો લખે તો શ્રી સવા લખે. આ એકતા થાય તે મને બહુ જ ગમી. પરંતુ હવે બધાએ એક થવાની જરૂર છે. બધા ભેગા થઈને કહેજો તો હુ પક્ષમાં કહીશ બધા ભેગા થયા છે.



તેમણે કહ્યું હતું કે, કેશુભાઈના સમયે ગોકુળીયુ ગામ યોજના હતી. પછી શુ થયુ એ બધાને ખબર છે. કેશુભાઈની સરકાર ગઈ અને પછી યોજના પણ ગઈ. પરંતુ હવે અમારી સરકાર વતન પ્રેમ યોજના લાવ્યા છીએ. ગામડાઓમાં દાન આવે અને કામ થાય એમા સરકાર પણ સહકાર આપશે.