ગાંધીનગર: પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ડોક્ટરો સાથે મારપીટના મામલા બાદ પ્રદેશમાં આ હડતાળ ચાલુ છે. આ હડતાળની અસર માત્ર બંગાળ નહીં પરંતુ સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. દેશના ખુણે ખુણેથી ડોક્ટરોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ડોક્ટરો બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના સંદર્ભમાં 17મીએ હડતાળ પર જવાના છે. જે અંગે આજે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરોને હડતાળ પર ન ઉતરવાની અપીલ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પણ ગયા હતાં. જ્યાં તેમણે હોસ્પિટલના અલગ અલગ પ્રશ્નોને લઈને અધિકારીઓ સાથે મીટિંગ કરી. નવનિર્મિત ભવનની મુલાકાત લીધી. તેમણે હડતાળને લઈને કહ્યું કે રાજ્ય સરકાર તેમની રજુઆતો કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને પહોંચાડશે. રાજ્યમાં દર્દીઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે અને ઈમરજન્સીના દર્દીઓને સારવાર મળી રહે તે માટે દર્દીઓના હિતમાં હડતાળ પર ન જવાની અપીલ કરી. 


VIDEO ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો પર ભાજપ જ કબજો કરશે, ખાસ જાણો કઈ રીતે


મમતા બેનર્જીએ ઝૂકીને માગણીઓ સ્વીકાર પરંતુ ડોક્ટરો માનવા તૈયાર નથી
આ અગાઉ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ચાલી રહેલા ડોક્ટર્સને કામ પર પરત ફરવા માટેની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે પ્રદર્શનકર્તા ડોક્ટર્સની તમામ માંગી સ્વિકારી, માંગ માનવા માટે પણ તૈયાર છે પરંતુ તેમણે કામ પર પરત ફરવું જોઇએ. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, જુનિયર ડોક્ટર્સની હડતાળનાં પાંચ દિવસ બાદ પણ અમે એસ્મા કાયદો નથી લગાવ્યો અથવા તેઓની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી. મમતાએ કહ્યું કે, અમે તમામ કાર્યક્રમ રદ્દ કરીને બેઠક માટે જુનિયર ડોક્ટર્સની રાહ જોઇ હતી. દરેકે બંધારણીય સંસ્થાનું સન્માન કરવું જોઇએ.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...