'ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશે', બીલીમોરાથી સુરત વચ્ચે 50 લોકોએ ગુમાવ્યા છે જીવ, આ અભિયાન રંગ લાવશે!
નવસારીના બીલીમોરાથી સુરત સુધીમાં 50 લોકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે એ માટે રેલ્વે પોલીસ દ્વારા ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશેના મેસેજ સાથે નુકકડ નાટક શરૂ કર્યા છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ડેડીકેટેડ ફેટ કોરિડોર શરૂ થયાના છ મહિના થયા હશે અને નવસારીના બીલીમોરાથી સુરત સુધીમાં 50 લોકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે એ માટે રેલ્વે પોલીસ દ્વારા ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશેના મેસેજ સાથે નુકકડ નાટક શરૂ કર્યા છે.
ભારત સરકારના મહત્વકાંક્ષી એવા પ્રોજેક્ટમાંનો એક ડેડીકેટેડ ફેટ કોરિડોર, કે જેમાં ફક્ત માલગાડીઓ જ દોડશે. પ્રથમ ચરણમાં દાદરીથી મુંબઈ સુધી અલાયદી રેલ્વે લાઈન બિછાવામાં આવી છે. DFCC પ્રોજેક્ટ થકી ટ્રાન્સપોર્ટેશનને સરળ બનાવવા અને ઝડપી બનાવવા માટેની આ ભારત સરકારની પહેલ છે. DFCC લાઈન શરૂ થયા અને થોડા જ મહિનાઓ થયા છે.
પરંતુ એક આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા 6 મહિનામાં બીલીમોરાથી સુરત સુધીમાં જ 50 લોકોએ માલગાડીની અડફતે આવતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બે દિવસ અગાઉ પણ નવસારીના વિજલપોર સ્થિત રામનગર પાસે રાત્રિના સમયે બે યુવાનો માલ ગાડીની નીચે આવી જતા તેમના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. DFCC રેલ્વે લાઇન પર લોકોના અકસ્માતને ધ્યાનમાં લઇ રેલ્વે પોલીસ ફોર્સ (RPF) સતર્ક થઈ છે.
સાથે જ લોકોમાં જાગૃતિ આવે એ માટે નુક્કડ નાટક શરૂ કર્યા છે. જેમાં આજે નવસારીના રામનગર પાસે રેલ્વે કર્મચારીએ યમરાજ બની લોકોને "રેલ્વે ટ્રેક ઉપર ચાલશો તો યમરાજ લઈ જશે " નો મેસેજ આપ્યો હતો. નુક્કડ નાટક સમયે રેલ્વે પોલીસના અધિકારી સહિત રેલવે તંત્રના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને રેલ્વે લાઇન પાસે રહેતા લોકોને રેલ્વે ટ્રેકથી દૂર રહેવા અને રેલ્વે ટ્રેક ન ઓળંગવા માટે મનોરંજન થકી ગંભીર મેસેજ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે