અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આવતીકાલથી સમગ્ર ગુજરાત રાજ્ય અનલોક થવા જઈ રહ્યું છે. ત્યારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં અનલોક 1 (Unlock 1) અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, હવે અર્થતંત્રને પાટા પર લાવવું ખૂબ જરૂરી છે, તે માટે સરકારે તમામ બાબતો વિચારીને ગાઈડલાઈન જાહેર કરી છે. છૂટછાટ મળી છે તો લોકોને સ્વયંશિસ્ત કેળવવી જ પડશે. ગુજરાતમાં પણ કોરોનાને નિયંત્રિત રાખી શક્યાં છીએ. હવે વેપાર-ધંધા રોજગારની જરૂરીયાત ઉભી થઈ છે. અર્થતંત્ર ધબકતુ કરવાની જરૂર છે. આવામાં લોકો પર ભરોસો રાખીને તમામ નીતિ નિયમોનુ પાલન કરાશે. ગુજરાત બધી જ રીતે ખુલ્લુ કરી દીધું છે. 8 તારીખથી ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ રાજ્યના મંદિરોને પણ દર્શન માટે ખુલ્લા મૂકીશું. જુલાઈ મહિનામાં સ્કૂલો અને કોલેજો ચાલુ રખાશે કે નહિ તેની શક્યતા જોઈને તેને પણ ખુલ્લા મૂકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી