આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. 

Updated By: May 31, 2020, 07:55 PM IST
આખુ પરિવાર કોરોના પોઝિટિવ, ઘરના મોભીના અંતિમ સંસ્કારમાં કોઈ સામેલ ન થઈ શક્યુ, છતાં ઊમિર્લાબેને ફરજ ન છોડી

ઝી મીડિયા/બ્યૂરો :‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે....? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વીડિયો કોલિંગ દ્વારા મેં નિહાળ્યા.... દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ...’ આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના....‘કોરોના’શબ્દ એ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. પુત્ર અને પુત્રવધુ બંન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. 

આવતીકાલથી અમદાવાદના તમામ બ્રિજ ખોલી દેવાશે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાશે 

ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે...? સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે..!’ એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉ...! પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ. ઉર્મિલાબેને ખુબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે, આ કોરોનાને જવા દો... અત્યારે સેવા કરવાનો સમય છે. મારું મન કહે છે કે અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ. અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો, બોટાદમાં વૃક્ષો ધરાશાયી, પતરા ઉડ્યા...

ઉર્મિલાબેનને એક વખત તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. પોઝિટિવ આવ્યો, જ્યાં દર્દીઓની સેવા કરતા હતા ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા. તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા. પુત્ર અને પુત્રવધુએ બંન્ને પણ પોઝિટિવ જણાતા હોમ ક્વોરેન્ટાઈન થયા. ક્રમશ: આખુ પરિવાર કોરોના પોઝિટિવ થયું. પણ એમણે ‘પોઝિટિવિટી’ ન છોડી.

એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું. અંતિમ સંસ્કાર કોણ કરે...? આખુ ઘર કોરોનાની ઝપેટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસ.આઈ. જૈમિનભાઈને વાત કરી કે તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો. પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવિધિ જોવી છે. જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવા નિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા. તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો.

અનલોક-1ની જાહેરાત થતા જ બેખોફ બન્યા લોકો, મહીસાગર નદીમાં ટોળેટોળા ન્હાતા દેખાતા 

ઉર્મિલાબેન કહે છે કે, મારા પતિની બહુ ઈચ્છા હતી કે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉ, પણ મારુ મન ના માન્યું. મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉ એ સારુ ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પુરી કરી શકી. તેનું દુ;ખ ચોક્કસ છે. પરંતુ અફસોસ નથી. કેમ કે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે અને હજી કરતી રહીશ. જોકે મારી ઈચ્છાને માન આપીને સિવિલ હોસ્પિટલ તંત્રએ મારા પતિના વિધીપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા. એટલું જ નહિ તેમના અસ્થિ લાવવાની અંતિમ જવાબદારી પણ નિભાવી. સલામ છે તંત્રની સંવેદનશીલતાને… 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર